આઠ લાખ અધિકારી, કર્મી તેમજ પેન્શનરોને એક ટકા ભથ્થુ મળશે

October 12, 2017 at 9:01 pm


નાયબ મુખયમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વગૅ-4ના કર્મચારીઆે ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવઈ શકે તે માટે તેઆેને બાેનસ આપવાનાે રાજ્ય સરકારે નિર્ણય કયોૅ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે વગૅ-4ના કર્મચારીઆેને 3500ની મર્યાદામાં બાેનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજ્ય સરકારને રૂપિયા 11.87 કરોડનું વધારાનું ભારણ થશે. આનાે લાભ રાજ્ય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઆે) તથા બાેર્ડ નિગમના વગૅ-4ના અંદાજે 35 હજાર કર્મચારીઆેને લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. નીતીન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માગૅ પરિવહન વ્યવહાર નિગમના અધિકારી-કર્મચારીઆેને છઠ્ઠા પગાર પંચના સેટલમેન્ટ મુજબ એચઆરએની 21 માસની રકમ ખાસ કિસ્સામાં ચુકવાશે. તેમણે ઉમેર્યું હતું કે એસટી નિગમના અધિકારી-કર્મચારીઆેને 1-4-2009થી 31-12-2010 સુધીના સમયગાળા માટે સુધારેલ એચઆરએના તફાવતની રકમ, ખાસ કિસ્સામાં ચુકવાશે તે માટે રાજ્ય સરકારને રૂપિયા 68.69 કરોડની નાણાંકીય સહાયની રકમ એસટી નિગમને ફાળવી આપેલ છે જેના કારણે એસટીના કર્મચારીઆેને તેનું ચુકવણી કરી દેવામાં આવશે જેનાે લાભ નિગમના 41000 કર્મચારીઆેને મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મહાનગરપાલિકાઆે અને નગપાલિકાઆેમાં કામ કરતા સફાઈ કર્મચારીઆે માટે રાજ્ય સરકારે મહત્વનાે નિર્ણય કયોૅ છે. મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઆેનું ફરજ દરમિયાન મૃત્યુ કે કાયમી અસમર્થ બને તાે તેવા સંજોગાેમાં રહેમરાહે નાેકરી અપાશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઆેનું ફરજ દરમિયાન મૃત્યુ થાય ત્યારે તેના વારસદારોને જીવન નિવાૅહ માટે તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી આ સરકારે સંવેદનશીલ નિર્ણય કયોૅ છે. મહાનગરપાલિકાઆેમાં જો વારસદારને નાેકરીના બદલે જો રોકડ સહાયની માંગણી કરે તાે મહાનગરપાલિકા સહાય આપી શકશે પરંતુ પછી તેના વારસદારને આ હક મુજબ નાેકરી મળશે નહીં.

રાજ્યની નગરપાલિકાઆેમાં જગ્યા પર ફરજ બજાવતા કાયમી સફાઈ કર્મચારીઆે અશક્તતા કે માંદગીના કારણોસર કે અન્ય અસામાન્ય કારણોને લીધે ફરજો બચાવી શકે તેમ ન હોય, અશક્તકતા, માંદગીના કારણે નાેકરી કરવા અસમર્થ બને તેવા કિસ્સાઆેમાં રહેમરાહે નાેકરી આપવામાં આવશે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરી વિકાસ વિભાગે આ માટે 48 ટકા મહેકમ ખર્ચની જે મર્યાદા હતી તે સફાઈ કામદારોની ભરતી કરવા માટે કેટલીક શરતાે સાથે રદ કરી છે જેથી હવે રોજમદાર કર્મચારીઆેને કાયમી કરવા માટે નગરપાલિકાને વધુ સત્તા મળશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે તેના અધિકારી, કર્મચારીઆેને 7માં પગાર પંચના લાભો પુરો પવાડâા છે. સાથે સાથે ફિક્સ પગારના કર્મચારીઆેના વેતનમાં પણ ઉત્તરોતર વધારો કયોૅ છે. ત્યારે ગુજરાત ઉજાૅ વિકાસ નિગમ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઆેમાં ફરજ બજાવતા વિãુત સહાયકોના ફિક્સ પગારમાં પણ નાેંધપાત્ર વદારો કરવાનાે રાજ્ય સરકારે નિર્ણય કયોૅ છે જેનાે લાભ 7049 કર્મચારીઆેને મળશે અને વિãુત કંપનીઆેને રૂપિયા 22.69 કરોડનું વધારાનું ભારણ થશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ નિગમોમાં ચાર કેડરોમાં વિãુત સહાયકો ફરજો બચાવે છે જેમાં ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ, હેલ્પર, જુનિયર આસીસ્ટન્ટ, Ãલાન્ટ એટેડન્ટ (ગ્રેડ-1), જુનિયર એન્જિનિયર કેડરના 7049 જેટલા કર્મચારીઆેને આ લાભો મળશે. જેમાં ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ, હેલ્પરના કિસ્સાઆેમાં રૂપિયા 2500, જુનિયર આસીસ્ટન્ટ અને Ãલાન્ટ એટેડન્ટ (ગ્રેડ-1)ના કિસ્સામાં રૂપિયા 3500 તથા જુનિયર કેડરમાં રૂપિયા 5000નાે વધારો કરાયો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી, કર્મચારી અને પેન્શનરોને એક ટકા માેંઘવારી ભથ્થુ આપવાનાે રાજ્ય સરકારે નિર્ણય કયોૅ છે જેનાથી રાજ્ય સરકારને 273 કરોડ રૂપિયાનાે વધારાનાે બાેજ ઉપાડવો પડશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના અધિકારી, કર્મચારીઆેના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણય કર્યા છે. રાજ્ય સરકારના અધિકારી, કર્મચારીઆે તેમજ પેન્શનરોને મળી કુલ 820764 અધિકારી, કર્મચારીઆેને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજુર કરીને પગાર અને પેન્શન ચુકવવામાં આવી રહ્યું છે તેના ઉપર હવે એક ટકા માેંઘવારી ભથ્થુ 1-7-2017થી રોકડમાં ચુકવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL