આતંકી વસીમ-નઈમના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે

March 20, 2017 at 12:05 pm


રાજકોટના રૈયા રોડ પર આવેલા નહેનગરમાં રહેતા વસીમ આરીફ રામોદીયા અને નઈમ આરીફ રામોદીયા નામના આતંકવાદીની અમદાવાદ એટીએસે ધરપકડ કર્યા બાદ તેની પુછપરછમાં બન્ને ભાઈઓ દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપી ખાતે આઈએસઆઈના હેન્ડલરના સંપર્કમાં હોવાનું અને બન્નેના સંપર્કો સીરીયા સુધી બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. આજે બપોરે બન્નેના રીમાન્ડ પુરા થતાં જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટના રૈયા રોડ પર આવેલા નહેનગરમાં રહેતા વસીમ અને નઈમ રામોદીયાની અમદાવાદ એટીએસે ધરપકડ કયર્િ બાદ તેની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવતા તેની ચોટીલા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વુલ્ફ એટેક કરવાની યોજના હોવાની કબુલાત આપતા એટીએસે વધુ રિમાન્ડ પર રહેલા બન્ને ભાઈઓ દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપીના આઈએસઆઈના હેન્ડલરના સંપર્કમાં હોવાનું અને તેનું પગે સીરિયા સુધી સંપર્કમાં હોવાનું બહાર આવતા એટીએસે આજે બન્નેના રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL