આતંકી સંગઠન સીમીના સંસ્થાપક સહિત 18ને સાત વર્ષની સજા

May 16, 2018 at 11:34 am


એનઆઈએની વિશેષ અદાલતે આતંકી સંગઠન સીમીના સંસ્થાપક સફદર નાગોરી સહિત 18 કાર્યકતર્ઓિને સાત વર્ષની સજા ફટકારી છે. અદાલતે તેમને કેરળમાં વર્ષ 2007માં પ્રતિબંધિત સંગઠન માટે શસ્ત્ર તાલીમ શિબિર આયોજિત કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા.
અદાલતે ન્યાયાધીશ કૌસર ઈદાપ્પતગતે ગેરકાયદેસર ગતિવિધિઓ અટકાવની કલમ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમની વિવિધ કલમ અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 120-બી હેઠળ અલગ અલગ સમયમયર્દિાની જેલસજા સંભળાવી હતી. તેમને યુએપીએની કલમ 10 હેઠળ એક વર્ષનો સશ્રમ કારાવાસ, કલમ 38 હેઠળ પાંચ વર્ષનો કારાવાસ, વિસ્ફોટક પદાર્થ કાયદાની કલમ-4 હેઠળ સાત વર્ષનો સશ્રમ કારાવાસ અને ભારતીય દંડ સંહિતાની કલમ 120 (બી) હેઠળ સાત વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. આ તમામ સજા એક સાથે ચાલશે.
સાથોસાથ પહેલાથી જ કારાવાસમાં વીતાવી ચૂકેલા સમયને સમાયોજિત કરવાની અનુમતિ હશે. દોષિઓમાંથી 13ને યુએપીએની કલમ 20 (આતંકી સંગઠન/જૂથના સભ્ય હોવાને નાતે સજા) હેઠળ દોષિત ઠેરવ્યા અને સાત વર્ષના સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. અદાલતે 13 દોષિતોમાંથી પ્રત્યેકને એક-એક લાખ પિયાનો દંડ પણ લગાવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL