આદિત્ય પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી જઇ યુવાનનો આપઘાત

February 17, 2017 at 3:01 pm


રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ સામે આવેલી આદિત્ય પાર્કમાં રહેતા કુંભાર
યુવાને કામધંધો નહીં ચાલતા આર્થિક ભીસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાવ અંગેની વિગત મુજબ બાલાજી હોલ પાસે આવેલઆદિત્ય પાર્ક શેરી નં.3માં રહેતો અને સેન્ટ્રીંગ કામ કરતો મેહલ ગીરધરભાઈ મોરીધરા ઉ.વ.28 નામના કુંભાર યુવાનને છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રીંગનો ધંધો બરોબર નહીં ચાલતા આર્થિક ભીસથી કંટાળી જઈ યુવાને ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે દોરી માંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગેની જાણ માલવિયાનગર પોલીસ મથકે કરવામાં આવતા એએસઆઈ રવજીભાઈ પટેલ અને રાઈટર વલ્લભભાઈ નિનામા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL