આદિપુરમાં માતા-પુત્રનું વીજ શોક લાગતાં મોત

January 12, 2019 at 9:54 am


આદિપુરના 4-એ વિસ્તારમાં વીજ શોક લાગતાં માતા-પુત્રનું મૃત્યુ નીપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ આદિપુરના 4-એ વિસ્તારમાં આવેલ મંગલમ પાર્કમાં રહેતાં હેતલબેન નિલેશભાઇ પાઠક (ઉ.વ. ર8) અને રિયાશ નિલેશભાઇ પાઠક (ઉ.વ. 3 માસ)ને વીજ શોક લાગતાં મૃત્યુ પામ્યા હતા.
આ બનાવની વધુ મળતી વિગતો મુજબ આ બનાવમાં ભોગ બનનાર હેતલબેન બાથરૂમમાં ઈલેકટ્રીક હિટરથી પાણી ગરમ કરવા સ્વીચ ચાલુ કરતાં એકાએક વીજ શોક લાગતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે તેના દિકરા રીયાશને પણ વીજ શોક લાગતા તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ ગુરૂવારે સવારે હેતલબેન પોતાના ઘરે બાથરૂમમાં ગ્રીજર ચાલુ કરવા જતાં તેમને વીજ શોક લાગ્યો હતો પરંતુ ઘરમાં કોઇ ન હોવાના કારણે રાત્રે તેના પતિ નોકરી પરથી પરત ફર્યા ત્યારે દરવાજો ખખડાવતા અંદરથી ખૂલ્યો નહોતો જેથી દરવાજો તોડી અંદર પ્રવેશ્યા ત્યારે માતા-પુત્રના મૃતદેહ પડયા હતા. જેને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા તેને મૃતજાહેર કરતાં મૃતદેહ સાથે તેમના વતન વડોદરા જવા રવાના થયા હતા. આ બનાવના કારણે આદિપુર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

print

Comments

comments

VOTING POLL