આનંદનગરમાં બેકારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

March 20, 2017 at 2:16 pm


શહેરના આનંદનગરમાં રહેતા યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર જાતેથી ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો છે.
આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આનંદનગરમાં રહેતા જીતેન્દ્રભાઇ વિનુભાઇ સોલંકી (ઉ.વ.25)એ છુટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતાં હતા.
શ્રમિક યુવાન જીતેન્દ્રભાઇ સોલંકીને છેલ્લા થાેડા સમયથી પુરતી મજુરી કામ નહી મળતા તે બેરોજગાર હોવાથી કંટાળી જઇ તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો.
આનંદનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધાની જાણ ઘોઘારોડ પોલીસને થતાં એએસઆઇ જી.બી. બોરીચા ઘટના સ્થળે દોડી ગયા હતા અને જીતેન્દ્રભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન શહેર અને જિલ્લામાં રોજગારી નહી મળવાથી ચાર યુવાનોએ જીવાદોરી ટુંકાવી છે.

print

Comments

comments

VOTING POLL