આનંદનગરમાં સોમનાથ મહાદેવ મંદિરની આખી દાનપેટી ઉઠાવી તસ્કરો છૂમંતર…

March 20, 2017 at 2:20 pm


20 થી 25 હજાર રોકડ સાથેની દાનપેટીની ચોરી બપોરે 1 વાગ્યા સુધી કોઇ પોલીસ ફરિયાદ નહી

શહેરના આનંદનગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તાળા તોડી દાનપેટી લઇ નાસી છુટéા હતા. દાનપેટીમાં રૂા.25 હજાર જેવી રકમ હોવાનું પૂજારીએ જણાવ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આનંદનગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.
તસ્કરોએ મંદિરના મુખ્ય બારણાનું તાળુ તોડી મંદિરમાં પ્રવેશ આખી દાનપેટી જેમાં રૂા. 20 થી 25 હજાર જેવી રકમ હોય તે લઇ નાસી છુટéા હતા. આ અંગે બપોરના 1 વાગ્યા સુધી કોઇ પોલીસ ફરિયાદ નાેંધાઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ધૂળેટી પર્વ ના દિવસે સુભાષનગર રોડ પર આવેલા પટેલ પાર્ક વિસ્તારમાંના હનુમાનજી મહારાજના મંદિરની જાળીના તાળા તોડી તસ્કરો દાનપેટીની ચોરી કરી નાસી છુટéા હતા ત્યાં આજે આનંદનગરના મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાનપેટીની ચોરી કરી નાસી છુટતા ભાવિકો અને સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે.

print

Comments

comments

VOTING POLL