આનંદો…: દેશમાં વૃક્ષો અને જંગલોના વિસ્તારમાં એક ટકાનો વધારો

February 13, 2018 at 11:51 am


સરકારે કરેલા તાજેતરના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે પાછલા બે વર્ષમાં ભારતમાં વૃક્ષ અને જંગલમાં એક ટકાનો અથવા તો ૮,૦૨૧ ચોરસ કિલોમીટરનો વધારો થયો હતો. પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધન અને એમના ડેપ્યુટી મહેશ શર્માએ ધી ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ (આઇએસએફઆર) ૨૦૧૭ જાહેર કર્યેા હતો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે પાછલા દાયકામાં વિશ્ર્વમાં જંગલ અને વૃક્ષની વૃદ્ધિમાં ઘટાડો થયો હતો અને એ સામે ભારતમાં વધારો થયો હતો. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કુલ ૭,૦૮,૨૭૩ ચોરસ કિ.મી. જંગલ છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારનો ૨૧.૫૪ ટકા જેટલો છે. જંગલ અને ઝાડ મળીને કુલ ૮,૦૨,૦૮૮ ચોરસ કિ.મી. અથવા તો કુલ ભૌગોલિક વિસ્તારનો ૨૪.૩૯ ટકા જેટલો છે.
પર્યાવરણ મંત્રાલયે જણાવ્યા અનુસાર તાજેતરના સર્વેક્ષણમાં એવું જણાયું હતું કે ૨૦૧૫ની સરખામણીએ ભારતમાં ગાઢ જંગલમાં ૧.૩૬ ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ દર બે વર્ષે જાહેર કરવામાં આવે છે.
હર્ષવર્ધને જણાવ્યું હતું કે ગાઢ જંગલમાં થયેલો વધારો સંતોષજનક છે કારણ કે આ જંગલો મોટા પ્રમાણમાં કાર્બન ડાયોકસાઇડ પચાવે છે. આ સાથે અન્ય જંગલ વિસ્તારમાં પણ વધારો થયો છે.
ભૌગોલિક ધ્ષ્ટ્રિએ સૌથી વધુ જંગલ લક્ષદ્રિપમાં (૯૦.૩૩ ટકા), ત્યાર બાદ મિઝોરમમાં (૮૬.૨૭ ટકા) અને આંદામાન તથા નિકોબાર આઇલેન્ડમાં (૮૧.૭૩ ટકા) જંગલો આવેલા છે. ૨૦૧૯ના આઇએફએસઆર રિપોર્ટની તૈયારી ચાલી રહી છે. જે પાંચ રાયોમાં સૌથી વધુ જંગલ વધ્યા છે એમાં આંધ્ર પ્રદેશ (૨૧૪૧ ચોરસ કિ.મી.), કર્ણાટક (૧૧૦૧ ચોરસ કિ.મી.), કેરળ (૧૦૪૩ ચોરસ કિ.મી.), ઓડિશા (૮૮૫ ચોરસ કિ.મી.) અને તેલંગણા (૫૬૫ ચોરસ કિ.મી.)નો સમાવેશ થાય છે. જંગલમાં પાણીના ક્રોત વધારવામાં મહારાષ્ટ્ર્ર (૪૩૨ ચોરસ કિ.મી.), ગુજરાત (૪૨૮ ચોરસ કિ.મી.) અને મધ્ય પ્રદેશ (૩૮૯ ચોરસ કિ.મી.)નો સમાવેશ થયો હતો.

print

Comments

comments

VOTING POLL