આને કહેવાય ચાહક ! કરીના કપૂરનું ઈન્કમ ટેક્સ એકાઉન્ટ હેક કરનારો શખસ પકડાયો

January 3, 2017 at 6:38 pm


બેબો એટલે કે કરિનાકપૂર ખાનના દીવાના અત્યારે દેશમાં અનેક લોકો છે પરંતુ બેબોના એક ચાહક પર તેનો ખુમાર એટલો બધો ચડી ગયો કે કોઈએ વિચાર્યું ન હોય તેવું કામ ચાહકે કરી નાખ્યું હતું. મુંબઈમાં સાઈબર સેલે પેરામિલિટ્રી ફોર્સના એક શખસને પકડી પાડયો છે. આ શખસ પર આરોપ છે કે તેણે અભિનેત્રી કરિના કપૂરના ઓનલાઈન ઈન્કમટેક્સ ફાઈલ કરવાનું એકાઉન્ટ હેક કરી લીધું છે. આ શખસે કરિના કપૂરનું ઈન્કમટેક્સ પણ દાખલ કરી દીધું હતું. આ ઘટના સપ્ટેમ્બર માસની છે. આરોપી શખસ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનું કામ પણ કરે છે. કરિના કપૂર હેકિંગનો શિકાર બનતાં તેના સીએ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે પોતાની તપાસ શ કરી અને આરોપીને પકડી પાડયો હતો.

આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત આપી હતી. તેના જણાવ્યા મુજબ તેણે કરિનાનું એકાઉન્ટ કરિનાનો પર્સનલ નંબર કાઢવા માટે હેક કર્યું હતું. એ કરિનાનો બહ મોટો ચાહક છે. પોલીસે આરોપીનું નામ આપ્યું નહોતું અને આગળની તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓએ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મી હસ્તીઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક હોવાના અહેવાલો તો મળતાં જ હોય છે પરંતુ એવું પહેલી વખત બન્યું છે કે કોઈ ચાહકે ઈનકમટેક્સ એકાઉન્ટ હેક કરી નાખ્યું હોય.

print

Comments

comments

VOTING POLL