આપણાં બાળકોની સુરક્ષા માટે આપણે જ સજ્જ બનવું પડશે

April 19, 2018 at 7:24 pm


દિલ્હીમાં બનેલા નિર્ભયાના ઘાતકી કિસ્સા પછી કઠુઆ અને ઉન્નાવમાં બનેલી ઘટનાઆેએ ઘણા સવાલો ઊભા કરી દીધા છે. આરોપીઆે પકડાય છે, અદાલતમાં કેસ ચાલે છે, તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ, તેવું સૌ ઈચ્છતા હોય છે, પણ તેમાંય એ નરાધમો છૂટી જાય છે, ત્યારે એવું જરુર લાગે કે આ સમસ્યા દૂર કરવા માટે માત્ર કાયદો નહી, તેથી પણ વિશેષ કંઈક હોવું જોઈએ!

ચાલેલા કેસના ચુકાદાઆેના આંકડાઆે પર નજર નાખીએ તો દુઃખ થાય. મહારાષ્ટ્રમાં 1,330 કેસમાં ચુકાદા આવ્યા જેમાંથી 19 ટકા કેસ એટલે કે 257માં નરાધમોને સજા થઈ, મતલબ કે 81 ટકા નિર્દોષ છૂટી ગયા. એ જ રીતે 2013 થી 2015ના વર્ષ દરમ્યાન દિલ્હીમાં 667 ચુકાદા આવ્યા, 17 ટકામાં સજા થઈ. પ્રત્યેક છ કિસ્સામાંથી એકમાં ગુનેગારોને સજા થઈ ગણાય. ઘણા કિસ્સામાં પીડિતા હોસ્ટાઈલ થઈ જાય છે.

આવા કિસ્સાઆેમાં ગુનેગારને ફાંસી જ થવી જોઈએ એવું આપણે રોષપૂર્વક કહીએ છીએ, પરંતુ એવી સજાથી પણ ધાક બેસે કે કેમ, એવો કાનૂન-વિશેનો અભિપ્રાય છે, કારણકે બળાત્કારી આરોપી પીડિતાના પરિવારનો સંબંધી હોય ત્યારે સજા મુશ્કેલ બનતી જાય છે. આવું ચાઈલ્ડ સેક્સ એબ્યુઝના બનાવોના 95 ટકા કેસમાં જોવા મળ્યું છે. પ્રાેટેકશન આેફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેકસ્યુઅલ આેફેન્સીસ એક્ટ મુજબ 59 ટકા જેટલા કેસમાં બાળક હોસ્ટાઈલ જાહેર થઈ જવાના બનાવો બન્યા છે. આવું સૌથી વધારે કણાર્ટક રાજ્યમાં નાેંધાયું છે.

પોકસો કાયદામાં તો ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્ટસની જોગવાઈ છે, જેમાં ચાઈલ્ડ સાયકોલોજીસ્ટસ, પ્રાેટેકશન આેફિસર્સ અને એજ્યુકેટર્સને સાથે રાખી ઈન કેમેરા કેસ ચલાવી શકાય, પણ ખાટલે મોટી ખોડ એ છે કે, રાજ્યોમાં તેનો અમલ જ કરવામાં નથી આવતો! પરિણામે ખુંી કોર્ટમાં ચાલતા કેસમાં બચાવપક્ષના વકીલના સવાલો, આરોપી તરફથી મળતી ધમકીઆેના કારણે ચાઈલ્ડ હોસ્ટાઈલનું પ્રમાણ વધી જાય છે.

જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો હોવાથી એ પોકસો એક્ટ ત્યાં અમલમાં નથી, તેની કઠુઆ કેસના આરોપીઆે વિરુદ્ધ ફોજદારી ધારા હેઠળ કેસ ચલાવાશે. પણ એક તારણ સ્પષ્ટ છે કે આપણાં બાળકોની સુરક્ષા માટે આપણે જ વધારે સં રહેવું પડશે!

print

Comments

comments

VOTING POLL