‘આપ’ તો ઐસે ન થે…!

August 25, 2018 at 12:37 pm


દેશમાં બદલાવ લાવવાનું વચન આપનાર આમ આદમી પાર્ટી પોતે બદલાઈ રહી છે એવું લાગે છે. પક્ષના અગ્રણી આશુતોષે રાજીનામું આપ્યા બાદ આશિષ ખેતાને પણ રાજીનામુ આપી દીધું છે..હજુ આવતા દિવસોમાં રાજીનામાનો દોર આગળ વધી શકે છે. આ ઘટનાક્રમથી કેટલાક સવાલો પેદા થઈ રહ્યા છે અને પાર્ટીમાં આટલી નારાજગી કેમ ચાલી રહી છે તેનો જવાબ કોઈ આપી શકતું નથી. ભલે આશિષ ખેતાને સ્પષ્ટ કર્યું હોય કે, ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય વ્યિક્તગત કારણોસર લીધો છે અને પાર્ટીને લઈને કોઈ નારાજગી નથી પરંતુ આવું તો કહેવાતું જ હોય છે.

બીજી તરફ પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષ ભલે ચૂપ છે પરંતુ પાર્ટી કાર્યકતાર્આે વચ્ચે એ ચર્ચા છે કે શું આશુતોષે નારાજ થઈને પાર્ટીથી દૂર થવાનો નિર્ણય કર્યો છે ં આશુતોષને રાજ્યસભાના દાવેદાર માનવામાં આવતા હતા અને ત્યારબાદ આશુતોષ પાર્ટીમાં સqક્રય રહ્યા નહી. જોકે, એમના નજીકના લોકોનું કહેવું છે કે આશુતોષ ફરી પત્રકારત્વ ક્ષેત્રમાં જવા ઈચ્છી રહ્યા છે. આપના પંજાબ યુનિટમાં પણ તોફાન ચાલી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના પીએસી સભ્ય કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલને ચંદા ગુપ્તા કહીને આકરી ટીકા કરી છે. હમણાં સુધી આપના જેટલા નેતા દૂર થયા, એ સૌ અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકી રહ્યાં છે. કેમ કે રાજ્યસભાના સાંસદ બનવા માટે કુમાર વિશ્વાસ, આશુતોષ સહિત અનેક પ્રબળ દાવેદાર હતાં, પણ અરવિંદ કેજરીવાલે બે ગુપ્તાને રાજ્યસભા સાંસદ બનાવી દીધા, ત્યારથી આપમાં ધમાસણ મચ્યું છે.હવે આવા સંજોગોમાં આપણું ભાવિ કેવું હશે એ આવનારો સમય બતાવશે.

print

Comments

comments

VOTING POLL