આમીરને દંગલની સફળતા માટે મળ્યું અત્યાર સુધીનું બેસ્ટ કોમ્પ્લિમેન્ટ

January 5, 2017 at 5:58 pm


મુંબઇ: આમિર ખાનની ફિલ્મ ’દંગલ’એ રિલીઝ થયાં પછી દર્શકો અને વિવેચકો બંન્નેનું દિલ જીતી લીધું છે. એક તરફ જ્યાં આ ફિલ્મે અતિશય પ્રશસ્તિ મેળવી છે ત્યાં બીજી તરફ બોક્સ ઓફિસ પર પણ તે ટંકશાળ પાડી રહી છે. રિલીઝ થયા પછી અત્યાર સુધીમાં ’દંગલ’ ફિલ્મે 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તે સલમાન ખાનની ફિલ્મ ’સુલતાન’નો પણ રેકોર્ડ તોડી નાંખે તેવી શક્યતા છે. આમિરની બે વર્ષની ’તનતોડ’ મહેનત આખરે લેખે લાગી રહી છે અને સૌ કોઈ મહાવિર સિંહ ફોગટ તરીકેના આમિરના પરફોર્મન્સની પ્રશંસા કરી રહ્યાં છે. આમિરની એક્ટિંગ ના કાયલ ચાહકોની યાદીમાં હવે ઋષિ કપૂર પણનો સમાવેશ થઈ ગયો છે. બોલીવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરે પત્ની નીતૂ કપૂર સાથે આ ફિલ્મ જોઈ હતી અને જે રીતે આમિરે મહાવિર સિંહ ફોગટના પાત્રને ચરિતાર્થ કર્યું છે, તે જોઈને તેમણે દિલ ખોલીને આમિરના વખાણ કર્યાં હતાં. ઋષિ કપૂરે તેને ’આપણા જમાનાના નવા શો મેન-રાજ કપૂર’ કહીને બિરદાવ્યો હતો. તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ વડે પોતાનો આનંદ પ્રગટ કરતાં ટ્વિટ કર્યું હતું કે, ’આમિર ખાન. ’દંગલ’ જોઈ. મારા માટે તુ આ સમયનો રાજ કપૂર, એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને નવો શોમેન છું.

print

Comments

comments

VOTING POLL