આમીર-કોહલી પહેલીવખત સ્ટેજ પર સાથે દેખાશે

October 4, 2017 at 10:33 am


બોલિવૂડના મીસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે આવી રહ્યા છે. આમિર અને વિરાટ ટૂંક સમમાં સ્ક્રીન પર એક સાથે નજરે પડશે.

બધા કરતાં અલગ ફિલ્મો બનાવવા માટે જાણીતા આમિર ખાન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ચેટ શોમાં એક સાથે દેખાશે. દિવાળીના પ્રસંગે પ્રસારિત થનારા આ શો દ્વારા દર્શકો પહેલી વખત વિરાટ કોહલી અને આમીર ખાનને એક સાથે નિહાળી શકશે. આઈએએનએસના અહેવાલ અનુસાર પોતાની આગામી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ના પ્રચારમાંથી એક દિવસની રજા લઈને આમીરે ગઈકાલે આ શો માટે ખાસ શૂટિંગ કર્યું હતું. બીજી બાજુ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણી બાદ કોહલીએ આ શો માટે શૂટિંગ કર્યું હતું. ફિલ્મના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે આવું પહેલી વખત બનશે કે આમીર-વિરાટ એક સાથે મંચ પર દ્રશ્યમાન થશે.
ઉલ્લેખનીય છે કે આમીર અને કિરણ રાવ બેનર હેઠળ આમીર ખાન પ્રોડક્શન્સ ઝી-સ્ટુડિયોઝ અને આકાશ ચાવલા નિર્મિત ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારમાં પટકથા અને નિદર્શન અદ્વૈત ચંદનનું છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલિઝ થશે.

print

Comments

comments

VOTING POLL