આમીર ખાનની ફિલ્મ 300 કરોડના ખચેૅ તૈયાર કરાઇ છે

November 5, 2018 at 6:45 pm


ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેની આમીર ખાનની સાથે તૈયાર થયેલી ફિલ્મ ઠગ્સ આેફ હિન્દુસ્તાન હવે રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ધુમ બાદ તે આમીર સાથે ફરી કામ કરી રહી છે. કરોડો ચાહકો ફિલ્મને લઇને આશાવાદી અને ઉત્સુક છે. ઠગ્સ આેફ હિન્દુસ્તાન નામની ફિલ્મ આઠમીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થયા બાદ હવે રજૂઆતની રાહ જોવામાં આવી રહી છે. આમીર અને અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા છે. જ્યારે શાહરૂખ ખાન મહેમાન કલાકાર તરીકે છે. ઠગ્સ આેફ હિન્દુસ્તાન નામની ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યા બાદથી જ ફિલ્મને લઇને ઉત્સુકતા હતી. આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વગૅમાં આની ચર્ચા જોવા મળી રહી છે. મોટા બેનરની આ ફિલ્મને હાંસલ કરવા માટે તમામ ટોપની અભિનેત્રીઆે વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. આખરે કેટરીના કેફે બાજી મારી હતી. યશરાજ બેનરની ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં તમામ સારી બાબતાેને ઉમેરી દેવામાં આવી છે. 300 કરોડના જંગી ખચેૅ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ઠગ્સ આેફ હિન્દુસ્તાનમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટના નામ પર સાૈથી પહેલા ચર્ચા કરવામાં આવી હતી. આલિયાને ફિલ્મમાં લેવાના મુદ્દે આમીર ખાન અને ફિલ્મ નિમાૅતા આદિત્ય ચોપડાની વચ્ચે ચર્ચા થઇ હતી. આમીરે ભારપૂર્વક કહ્યાુ હતુ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને જ લેવામાં આવે. જ્યારે આદિત્ય બેફિકરે ફિલ્મની અભિનેત્રી વાણી કપુરને ફિલ્મમાં લેવા માટેનાે નિર્ણય કરી ચુક્યા હતા. આખરે કેટરીના કેફને લેવામાં આવી હતી. કેટરીનાની કેરિયર ફરી એકવાર તેજીમાં આવી ગઇ હતી. કેટરીના બાેલિવુડમાં હજુ પણ વધુ માંગ ધરાવતી સ્ટાર તરીકે છે.

print

Comments

comments

VOTING POLL