આરંભડાના જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ

July 31, 2018 at 1:20 pm


આરંભડાની જાણીતી સેવાકીય સંસ્થા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ આેખા મીઠાપુર સુરજકરાડી તથા આંરભડા વિસ્તારમાંની શાળાઆેમાં બાળકોને વિનામુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણ કાર્યક્રમમાં આ વખતે સ્વ.શંકરલાલ રાયમંગીયાની સ્મૃતિમાં તેમના એનઆરઇ પુત્ર દર્શકભાઇ હસ્તે સ્થાનીય શાળાઆેમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરજકરાડી કન્યા શાળા, તાલુકા શાળા, શીશુ મંદિર, પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના તમામ વિદ્યાથ}આે તેમજ વિદ્યાથ}નીઆેને વિનામુલ્éે નોટબુકનું વિતરણ કરાયું હતું, આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં સ્થાનીય લોહાણા અગ્રણી મનસુખભાઇ બારાઇ, મીઠાપુર પીએસઆઇ સી.બી. જાડેજા, આેખા નગરપાલિકા પ્રમુખ વંદનાબેન વિઠ્ઠલાણી, સુરજકરાડી ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કાનાણી સહીત સ્થાનીય આગેવાનો ઉપિસ્થત રહ્યાં હતાં, શાળાના આચાર્યો તેમજ શિક્ષકગણે બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમમાં યથાેચિત સહયોગ પાઠવ્યો હતો, જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત દર વર્ષે બટુક ભોજન, દરરોજ વૌસેવા, પક્ષી સેવા, ધામિર્ક તેમજ સામાજીક કાર્યક્રમો યોજવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL