આરંભડાના ડ્રગ્સ કાંડમાં પાંચ આરોપીઆેના રીમાન્ડ મંજુર

October 5, 2017 at 1:17 pm


દ્વારકાના આરંભડા ગામે પકડાયેલ ખતરનાક મેકડ્રાેન ઉર્ફે મ્યાઉ મ્યાઉ નામના ડ્રગ ઉત્પાદનની ફેકટરીમાં મુખ્ય સુત્રધાર બેલડી હજુ પોલીસની ગીરફત બહાર છે જયારે અન્é પાંચ શખ્સોના રિમાન્ડ મેળવાયા છે. આેખા મંડળના આરંભડા વિસ્તારમાં ઝેરી રસાયોણોનું મિશ્રણ કરીને નસીલા ડ્રગનું દોઢ વર્ષથી ઉત્પાદન થતુ હતું છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી મથી રહેલી આરઆરસેલની ટીમે નેટવર્કનો પદાર્ફાશ કરી આરંભડાના વતની અને હાલ રાજકોટ રહેતા હારૂન સતાર સોરા, જામનગરના પિનલ કિરીટભાઇ ચોટાઇને પકડી પાડયા હતા. બંને શખ્સો લોકલ લેવલે કામ સંભાળતા સુત્રધાર તરીકે ભાવેશ વિઠ્ઠલભાઇ દુધાત્રા તેમજ જીજ્ઞેશ સુભાષભાઇ વોરાનું નામ ખુલ્યુ હતું. આ ઉપરાંત સ્થાનિક લેવલે હારૂન, પિનલ સાથે ગાેંડલના વેજાગામના વાડી માલિક ગીરધર વીરજી ભાલાળા, પરિવહનનું કામ સંભાળતા અરજણ ધના મેવાડા, તથા સાધુ વાસવાણી રોડ પર રહેતા ઇમરાન ઉર્ફે ભુરો અકબર જેસડીયાની ધરપકડ કરી હતી. રિમાન્ડ પર રહેલા બંને શખ્સો ઉપરાંત ગઇકાલે પકડાયેલા ત્રણેયના સાત દિવસના રિમાન્ડ મેળવાયા છે હાલ તો પાંચેય આરોપી વોન્ટેડ ભાવેશ તથા જીજ્ઞેશ જ વધુ જાણતા હોવાનું અને ડ્રગ્સ બધુ મુંબઇ જ સપ્લાય થતું હોવાનું કથન કર્યા કરે છે. જો કે રાજકોટથી લઇ રાજયના અન્ય શહેરોમાં પણ ડ્રગ સપ્લાય થતું હોવાની પુરી શંકાએ પાંચેયની પુછતાછ ચાલી રહી છે. આ અંગેની તપાસ દ્વારકા એલસીબી પીઆઇ સમીર શારડા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL