આરએસએસની લેકચર સીરીઝઃ પાિક્તસ્તાન સિવાય 60 દેશના દૂતાવાસને આમંત્રણ

September 14, 2018 at 11:31 am


રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દિલ્હીમાં 17 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની લેકચર સીરીઝનું આયોજન કરવા જઇ રહ્યું છે. આ સીરીઝ માટે પાકિસ્તાનને છોડી અંદાજે 60 દેશોના દૂતાવાસોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. જ્યારે દેશની રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીઆેના નેતાઆેને પણ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. એ તમામ પક્ષોના નેતાઆેને પણ સામેલ કરવામાં આવી રહ્યાં છે જે વારંવાર સંઘ પર પ્રહાર કરી રહ્યાં છે. તેમાં ટીએમસી પ્રમુખ મમતા બેનજીર્થી લઇ ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સરકાર સુદ્ધાં સામેલ છે. પરંતુ કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કાર્યક્રમમાં આમંત્રિત કરાશે કે નહી તેના પર હજુ રહસ્ય અકબંધ છે. જો કે બીજા કાેંગ્રેસના નેતાઆેને આમંત્રણ મોકલી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સંઘના ત્રણ દવસના લેકચર કાર્યક્રમમાં સામેલ થવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્્, પિશ્ચમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કાેંગ્રેસના પ્રમુખ મમતા બેનજીર્્, જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કાેંગ્રેસ નેતા જયરામ રમેશ, શશિ થરુર, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને લેãટ પાર્ટીના વરિષ્ઠ નેતા માનિક સરકાર, રાકંપા પ્રમુખ શરદ પવાર, ઉÙવ ઠાકરે, આેરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, અમરસિંહ, અખિલેશ યાદવ સિવાય ડીએમક-એઆઇડીએમકેના કેટલાંય નેતાઆેના નામ આમંત્રણની યાદીમાં સામેલ છે.
જો કે આ બધાની વચ્ચે કાેંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રિત કરાશે કે નહી, તેનો નિર્ણય આવતા 24 કલાકની અંદર લઇ શકાય છે. પરંતુ તેની સાથે દિલચસ્પ એ હશે કે સંઘે કાેંગ્રેસના નેતાઆેને આમંત્રણ પાઠવ્યું છે અને કાેંગ્રેસના અધ્યક્ષને લઇ સંશય છે. તેની સાથે જ મુિસ્લમ સમુદાયોના લોકોને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવા માટે આમંત્રિત કરાયા છે. રાષ્ટ્રીય મુિસ્લમ મંચ, જેને સંઘના મુિસ્લમ વિંગ તરીકે આેળખાય છે, કેટલાંક ધામિર્ક નેતાઆેને આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યાં છે. આ સિવાય ઉદ્યાેગ, મીડિયા અને અન્ય ક્ષેત્રના લોકોને પણ આમંત્રિત કરાશે.
ત્રણ દિવસના આ કાર્યક્રમના પહેલાં દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવત આરએસએસ સંગઠન, તેની વિચારધારા, વિઝન અને કાર્યક્રમ અંગે કહેશે. તેના બીજા દિવસે તેઆે રાષ્ટ્રીય મહત્વના વિભિન્ન સમકાલીન મુદ્દા જેવાં કે આરક્ષણ, હિન્દુત્વ અને સાંપ્રદાયિકતા પર વિચાર મૂકશે. આ સંઘનો પહેલો એવો કાર્યક્રમ હશે જેમાં વિભિન્ન મુદ્દા પર સીધો સંવાદ થશે. પહેલાં બે દિવસ આેડીઅન્સના લેખિત પ્રશ્નો લેવાશે. ત્યારબાદ તેને શોર્ટલિસ્ટેડ કરાશે અને છેલ્લાં દિવસે તમામ પ્રશ્નોના જવાબ અપાશે.

print

Comments

comments

VOTING POLL