આરટીઆે કેશવાનથી 1.14 કરોડની દિલધડક લૂંટ કરાઈ

October 3, 2017 at 7:29 pm


ગુજરાત રાજયની સરહદ પર આવેલી ભિલાડ ચેક પાેસ્ટ પાસે હથિયારધારી લૂંટારાઆેએ બંદૂકની અણીએ આરટીઆેની કેશવાન લૂંટી રૂ.1.14 કરોડની રોકડરકમની સનસનીખેજ લૂંટ ચલાવતા રાજય પાેલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. આરટીઆે કેશવાનની ધોળેદહાડે કરોડો રૂપિયાની લૂંટની આ ઘટનાને પગલે સમગ્ર રાજયમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. પાેલીસે લૂંટારૂઆેને પકડવાના તમામ પ્રયાસાે જારી કરી દીધા છે જો કે, હજુ સુધી પાેલીસને કોઇ સફળતા મળી નથી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વાપીથી 10 કિલોમીટર દૂર આવેલ ભિલાડ ચાર રસ્તા પાસેથી ચેકપાેસ્ટની કેશ ભરેલી વાનમાં આરટીઆે અધિકારીઆે જઇ રહ્યાા હતા ત્યારે અચાનક પહેલેથી કરેલા પ્લાનિંગ મુજબ, ચાર લૂંટારૂઆેએ કવોલિસ કારમાં આવી કેશવાનને આંતરી હતી અને હથિયારો કાઢી બંદૂકની અણીએ કેશવાનમાં તાેડફોડ મચાવી આરટીઆે અધિકારીઆેના કબ્જામાંથી રૂ.1.14 કરોડની સનસનીખેજ લૂંટ ચલાવી ગણતરીની સેકન્ડોમાં રફુચક્કર થઇ ગયા હતા. આùર્યની વાત એ છે કે, લૂંટારૂઆેએ લૂંટને અંજામ આÃયા બાદ તેમની કાર વાપી ચાર રસ્તા સેન્ટર પાેઇન્ટ પાસે બિનવારસી છોડી પલાયન થઇ ગયા હતા. જેથી પાેલીસે કારના નંબર પરથી લૂંટારૂઆેને શોધવાના ચક્રાે ગતિમાન કર્યા હતા જો કે, પાેલીસે એ અંદેશો પણ વ્યકત કયોૅ હતાે કે, લૂંટારૂઆેએ સ્વાભાવિક છે કે, કારનાે નંબર બદલી કાઢયો હતાે અને ડુબલીકેટે નંબરપ્લાટ લગાવી હોય. તેથી પાેલીસ લૂંટારૂઆેનાે સીસીટીવી ફુટેજ, એફએસએલ, ડોગ સ્કવોડ સહિતના માધ્યમોની મદદથી લૂંટનાે ભેદ ઉકેલવામાં દોડતી થઇ છે. જો કે, ધોળેદહાડે આરટીઆેની કેશવાનમાંથી રૂ.1.14 કરોડની સનસનીખેજ લૂંટને પગલે રાજય પાેલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. હથિયારધારી લૂંટારાઆેએ ધોળેદહાડે કેશવાન લૂંટી આટલી મોટી રકમની લૂંટને અંજામ આÃયો તેનાે અર્થ એ થયો કે, હાઇવે પર લૂંટારા આરોપીઆેએ પહેલેથી પ્લાનિંગ સાથે રેકી કરી હશે અને આરટીઆે અધિકારીઆેની મુવમેન્ટ અને કેશવાનનાે આવવા-જવાનાે સમય સહિતની બાબતાેનું નીરીક્ષણ કર્યું હશે. જો કે, ધોળાદહાડે રૂ.1.14 કરોડની લૂંટે લુંટારાઆેના પ્લાનિંગ પાેલીસની સુરક્ષા વ્યવસ્થાની ધÂજ્જયા ઉડાવી દીધી હતી. લૂંટારાઆેએ પાેલીસની ઐસીતૈસી કરીને બિન્દાસ્ત રીતે ગણતરીની સેકન્ડોમાં લૂંટને અજામ આપ્યો હતાે અને પાછા તેમની કાર પણ થોડે દૂર બિનવારસી હાલતમાં મૂકી છુમંતર થઇ ગયા હતા એટલે તે પરથી જ ખ્યાલ આવી શકે કે, લૂંટારાઆેનું પ્લાનિંગ કેટલું જોરદાર હતું.

print

Comments

comments

VOTING POLL