આરબીઆઇની પોલિસી બેઠક પર બજારની નજર

April 3, 2017 at 11:02 am


બજાર નિષ્ણાતોના મતે જાહેર રજા સાથેના આ ટૂંકા ટ્રેડિંગ સપ્તાહે બજારની ચાલનો આધાર આરબીઆઇની સમીક્ષા બેઠક તેમજ મેક્રોઇકોનોમિક ડેટા પર રહેશે. રામનવમી નિમિત્તે શેરબજાર બંધ રહેશે. આમ્રપાલી આદ્ય ટ્રેડિંગના ડિરેક્ટર અને રિસર્ચ હેડ અબનીશ કુમાર સુદ્ધાંશુના જણાવ્યા અનુસાર આ સપ્તાહે જાહેર થનારા સર્વિસિસ પીએમઆઇ તેમજ મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ સહિતના મેક્રોઇકોનોમિક ડેટા બજારની ચાલ નિર્ધિરિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સપ્તાહે આરબીઆઇની સમીક્ષા બેઠક જેવી મહત્ત્વની ઇવેન્ટ પણ હોવાથી આ સપ્તાહે શેરબજાર વોલેટાઇલ રહેવાની પણ ધારણા છે.
નિક્કી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ભારતમાં વધીને ફેબ્રુઆરી 2017માં 50.7 હતો જે જાન્યુઆરી 2017માં 50.4 હતો. મેક્રો ડેટાના મોરચે પીએમઆઇ ડેટા ઉપરાંત કેટલાક વૈશ્વિક ડેટા પણ જાહેર થશે પણ આ તમામ ડેટાની શેરબજાર પર ખાસ અસર જોવા નહીં મળે પણ, આરબીઆઇની બુધવાર અને ગુરુવારે મળનારી બે દિવસીય બેઠક અગાઉ બજાર તેની પોઝિશન લે તેવી શક્યતા છે, તેમ એચડીએફસી સિક્યોરિટીઝના પીસીજી હેડ વી કે શમર્એિ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL