આરુષિ હત્યા કેસ : તલવારને નિર્દોષ છોડવાની સામે અપીલ

August 10, 2018 at 7:52 pm


સુપ્રીમ કોટેૅ નુપુર અને રાજેશ તલવારને નિર્દોષ છોડી મુકવા સામે દાખલ કરવામાં આવેલી સીબીઆઈની અરજીને આજે સ્વીકારી લીધી હતી. તેમની પુત્રી આરુષિની હત્યાના મામલામાં આ દંપિત્તને નિદોૅષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે સીબીઆઈની અરજીને તલવાર દંપિત્તને નિદોૅષ છોડી મુકવા સામે સ્વીકારી લેવામાં આવી છે. સીબીઆઈએ ગયા વષેૅ આેક્ટોબર મહિનામાં રાજેશ અને નુપુર તલવારને નિદોૅષ છોડી મુક્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતાે. આ ચુકાદાને પડકાર ફેંકીને સીબીઆઈ દ્વારા માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી તી. 2008માં તેમના નાેઇડા નિવાસસ્થાને ટીનેજર પુત્રી અને નાેકર હેમરાજની ઘાતકી હત્યાના મામલામાં બંનેને નિદોૅષ છોડવામાં આવ્યા હતા. એડિશનલ સાેલીસીટર જનરલ પી નરિંસહા તરફથી અભિપ્રાય મેળવવામાં આવ્યા બાદ સીબીઆઈએ દલીલ કરી છે કે, હાઈકોટેૅ ગાઝિયાાદ ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવી દઇને મોટી ભુલ કરી છે. ગાઝિયાબાદ કોટેૅ સમગ્ર મામલામાં ઝીણવટભરી ચકાસણી કરી હતી અને તલવાર દંપિત્તને અપરાધી ઠેરવવામાં તમામ પાસાઆેનાે ઉપયોગ કયોૅ હતાે. અત્રે નાેંધનીય છે કે, સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં અલ્હાબાદ હાઈકોટેૅ 12મી આેક્ટોબર 2017ના દિવસે રાજેશ અને નુપુર તલવારને મોટી રાહત આપી દીધી હતી. મામલાની તપાસમાં અનેક ખામીઆેનાે ઉલ્લેખ કરીને કોટેૅ તલવાર દંપિત્તને નિદોૅષ છોડી મુકવાનાે આદેશ કયોૅ હતાે. હાઈકોટેૅ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આરુષિની હત્યા તેના માતા-પિતા દ્વારા કરવામાં આવી ન હતી. કોટેૅ કહ્યું હતું કે, આવા મામલામાં સુપ્રીમ કોર્ટ પણ આટલી કઠોર સજા આપતી નથી. જસ્ટિસ એકે મિશ્રાએ ચુકાદો વાંચીને સંભળાવ્યો હતાે. તલવાર દંપિત્તએ આજીવન કારાવાસની સજા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોટેૅ જ્યારે નિચલી કોર્ટના ચુકાદાને બિલકુલ બદલી કાઢ્યાે હતાે. આùર્યજનક બાબત એ છે કે, આજીવન કારાવાસની સજા આપનાર પૂર્વ જજ શ્યામલાલ પણ અલ્હાબાદ હાઈકોર્ટ પહાેંચ્યા હતા. આશરે 10 વર્ષ પહેલા નાેઇડાના સેક્ટર 25 સ્થિત જલવાયુવિહારમાં થયેલા આ હત્યાના રહસ્યને લઇને પાેલીસે તપાસ કરી હતી. ત્યારબાદ હોબાળો મચી ગયા બાદ સીબીઆઈની બે ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગાઝિયાબાદ સ્થિત ખાસ સીબીઆઈ કોટેૅ 26મી નવેમ્બર 2013ના દિવસે રાજેશ, નુપુરને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનાથી એક દિવસ પહેલા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મે 2008માં નાેઇડાના જલવાયુવિહાર વિસ્તારમાં આરુષિનાે મૃતદેહ મળી આવ્યો હતાે. શરૂઆતમાં શંકાની સાેય નાેકર હેમરાજ તરફ ગઇ હતી પરંતુ બે દિવસ બાદ તેનાે મૃતદેહ પણ છત ઉપરથી મળી આવ્યો હતાે. ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ મામલાની તપાસ સીબીઆઈને સાેંપી હતી. તત્કાલિન આઈજી ગુરદર્શનસિંહ 23મી મે 2015ના દિવસે નાેઇડા પાેલીસ તરફથી કરવામાં આવેલી તપાસને ટાંકીને કહ્યું હતું કે, રાજેશ તલવારે આરુષિ અને હેમરાજને વાંધાજનક સ્થિતિમાં નિહાળી હતી જેને લઇને પહેલા હેમરાજની અને ત્યારબાદ આરુષિની હત્યા કરી દીધી હતી. દબાણ વધી ગયા બાદ આઈજીએ થિયરી બદલી કાઢી હતી અને કહ્યું હતુ ંકે, તલવારે ગેરકાયદે સંબંધોના વિરોધ પર પહેલા આરુષિ અને મોડેથી હેમરાજની હત્યા કરી હતી. ડબલ મર્ડર કેસમાં પાેલીસે આરુષિની માતા નુપુર તલવારને કાવતરામાં સામેલ હોવાની વાત કરી હતી.
ડેન્ટિસ્ટ ડોક્ટર રાજેશ તલવારની 14 વર્ષની પુત્રી આરુષિની લાશ એજ બેડરુમમાંથી મળી આવી હતી. નાેકર પણ લાપત્તા હતાે. અંતે નાેકરની લાશ પણ મળી આવી હતી. તલવાર દંપિત્ત ઉપર પાેલીસને શંકા એટલા માટે થઇ હતી કે, તેઆેએ પાેતાની પુત્રીની હત્યા અંગે માહિતી પાેલીસને આપી ન હતી. પુત્રીની હત્યાના આગલા દિવસે 17મી મે 2008ના દિવસે તલવાર દંપિત્તના વલણમાં પણ અલગ સ્થિતિ હતી.

print

Comments

comments

VOTING POLL