આરોગ્ય સાથે ચેડાં દુર કરો, સ્વચ્છતા અભિયાનને વેગ અપાવો ધામિર્ક લાગણી ન દુભાય તે માટે હિન્દુ સેનાની ટકોર

February 5, 2018 at 1:47 pm


જામનગરમાં 53, દિ.પ્લોટના છેડે આવેલ ગાયત્રી મંદિર પાસે લીબડીયા હનુમાનની જગ્યામાં માનવ તથા પશુઆેના મોતનું તાંડવ ચાલી રહ્યું છે. એટલું જ નહી હિન્દુઆેના શ્રદ્ધાકેન્દ્ર એવા આ મંદિરની સામે ખુલ્લેઆમ ધામિર્ક લાગણી સાથે ખેલ ખેલાઇ રહ્યાે છે. સત્તામાં ચુર સતાધીશોની આંખ ખોલવા હિન્દુ સેના દ્વારા આ સ્વચ્છતા અભિયાનને વેગ અપાવવા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ મંદિરની હિન્દુ સેનાના વીરભદ્રસિંહ જાડેજા, તેજસ ભાનુશાળી, મનિષ દામા, દર્શન મંગી, ઉદિત સોની સહિતનાએ સર્વે સાથેની મુલાકાત લેતાં આ મંદિર પાસેની જગ્યામાં લોકોના જીવન અને આરોગ્ય સાથે તેમજ ગૌવંશ પર ખતરો તોળાઇ રહ્યાે છે. આવા સમયે ત્યાંની જગ્યામાં આવેલી ખુંી ગટરોને પેક કરવી, સ્વચ્છતા જાળવવી, એઠવાડનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો, કોથળીઆેનો સંગ્રહ કરી નાશ કરવાની વ્યવસ્થા કરવી વગેરે પગલાં લેવાની તાતી જરૂરત ઉભી થઇ છે. જે અંગેનો સંપુર્ણ અહેવાલ ગુજરાત હિન્દુસેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટને સુપ્રત કરતાં ગૌરક્ષા વિભાગના મહાનામ વઘેરા અને ગૌસેવા વિભાગના ડો. અવિરાજ ઝાલા દ્વારા જા.મ.પા.ના કમિશનરને રજુઆત કરાતાં અને આવતા સમયમાં લોકોની ધામિર્ક લાગણી ન દુભાય તથા મંદિરની ગરીમા જળવાઇ રહે તેવી ટકોર હિન્દુ સેના દ્વારા કરવામાં આવેલ. એક સ્વચ્છ ભારતની સાથે શરુ થયેલું સ્વચ્છતા અભિયાનમાં ધામિર્ક સ્થાનોને પણ સ્વચ્છ કરવાની તાતી જરુરિયાત ઉભી થયેલ છે. જો તંત્ર ધ્યાન નહી આપે તો હિન્દુ સેના જાતે આ જગ્યાને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સફાઇ કરી ત્યાં સુંદર ઝાડ કે બાળqક્રડાંગણ કે અખાડા માટેના સાધનો વસાવી જગ્યાનો યોગ્ય ઉપયોગ કરશે તેવું હિન્દુ સેનાએ જાહેર કર્યું.

print

Comments

comments

VOTING POLL