આર્થિક વિકાસ વૃધ્ધિ ભાજપને લાભ અપાવશે

December 2, 2017 at 7:46 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિકાસદરમાં વૃદ્ધિના આંકડા આવ્યા અને એ જ પરિબળ નરેન્દ્ર મોદીને ગુજરાતની ચૂંટણીમાં યશસ્વી બનાવશે. કારણ કે ચૂંટણી પ્રચારમાં તેની ખૂબ અસર પડશે અને ભાજપને પૂં પીઠબળ પૂં પાડશે. હજુ થોડા દિવસ પહેલાં જ પચાસથી વધારે અર્થશાક્રીઓએ વધતા ફુગાવા અંગે ચિંતા વ્યકત કરીને રિઝર્વ બેન્કને ડિસેમ્બર મહિનામાં મળનારી નીતિવિષયક બેઠકમાં વ્યાજના દર ન ઘટાડવાની ભલામણ કરી હતી. કારણ કે ફુગાવો જે રીતે ફલી રહ્યો છે, તેની અસર અર્થતત્રં અને તેના વિકાસદર પર પડવાની છે, પણ ચમત્કાર થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે, જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન વિકાસદર ઉછળીને ૬.૩ ટકા પર પહોંચ્યો છે. અચાનક ઘણા ક્ષેત્રમાંથી વિકાસદરને વધારવાની મદદ મળી છે! હજુ પહેલા ત્રિમાસિક ગાળામાં આપણા દેશના અર્થતંત્રની હાલત દયાજનક હતી, ત્રણ વર્ષમાં જે વિકાસનો દર હતો તે ઘણો ઓછો હતો, અલબત્ત ચિંતાજનક હતો. હા, હજી કૃષિક્ષેત્રના વિકાસની મદં ગતિ વધુ ચિંતા કરાવનારી છે.
નોટબંધી અને જીએસટી મુદ્દે ઊભી થયેલી આડઅસરો ઓછી થઈ ગઈ હોય તેવું લાગે છે, એટલે કે વિપક્ષોના હાથમાંનું એ શક્ર હવે બુઠ્ઠત્પં થઈ જાય તો નવાઈ નહીં. વિકાસદરના વધારાની વિગત બહાર પાડીને સરકારે વિપક્ષી નેતાઓની બોલતી બધં કરી દીધી હોય તેવું લાગે છે. કારણ કે આગલા ત્રિમાસિક ગાળામાં જે દર પ.૭ ટકા હતો તે વધીને ચીનની પણ ઐંઘ ઉડાડી દે તેટલો ૬.૩ ટકા પર પહોંચ્યો છે. જોકે ચીન હજુ પણ વિકાસદરમાં ભારતથી આગળ છે.

ગુજરાતમાં ચૂંટણીની રાજકીય સ્થિતિ કંઈક જુદો જ રગં લાવી રહી હતી, ત્યાં વિકાસદરે દોર બદલી નાખ્યો. સૌથી વધારે વિકાસ ઉત્પાદન ક્ષેત્રે નોંધાયો છે. જે પહેલા ત્રિમાસિક ગાળામાં માત્ર ૧.ર ટકા પર હતો તે ઊછળીને જુલાઈ–સપ્ટેમ્બર દરમિયાન ૭ ટકા પર પહોંચ્યો! બીજી બાજુ પહેલા કવોર્ટરમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રનો વિકાસદર અત્યતં નીચો હતો જે ૧.૭ ટકાથી વધીને બીજા કવોર્ટરમાં ર.૩ ટકા પર પહોંચી ગયો. આગલા કવોર્ટરના ઓછા વિકાસનું કારણ નબળો પાક હોવાનું જણાવાય છે.

print

Comments

comments

VOTING POLL