આર.કે. યુનિવસિર્ટીએ વિદ્યાર્થીઆેના દેખાવોઃ જય સરદારના નારા લગાવ્યા
September 11, 2018 at 3:22 pm
કોઈ જાતની પૂર્વ જાહેરાત કર્યા વગર આજે બપોરે વિદ્યાર્થીઆેનું એક ટોળું રાજકોટ-જસદણ રોડ પર ત્રંબા નજીક આવેલી આર.કે. યુનિવસિર્ટીએ પહાેંચ્યું હતું અને ત્યાં જય સરદારના નારા લગાવ્યા હતા. ખેડૂતોની વિવિધ માગણીઆે ઉકેલવા છેલ્લા એકાદ પખવાડિયા કરતાં પણ વધુ સમયથી ઉપવાસ પર બેસેલા પાસના નેતા હાદિર્ક પટેલના સમર્થનમાં ટોળાંએ નારાબાજી અને દેખાવો કર્યા હતા. સમયસર પોલીસને જાણ કરી દેવાતાં પોલીસ કાફલો આવી પહાેંચ્યો હતો અને ટોળું વિખેરાયું હતું.