આલિયા ભટ્ટને કાૅમેડી કરવી છે!

December 7, 2017 at 6:48 pm


બાૅલીવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ કહે છે કે તે કમશિર્યલ અને આર્ટ ફિલ્મોમાં ભેદભાવ નથી માનતી. આલિયાનું માનવું છે કે ફિલ્મ ફક્ત બે પ્રકારની હોય છે, એક સારી અને બીજી ખરાબ. તે દરેક પ્રકારની ફિલ્મમાં કામ કરવા માગે છે. આ જ કારણે તેણે નિર્દેશક ડેવિડ ધવનને તેમની ફિલ્મ ‘જુડવા થ્રી’માં પોતાને રોલ આપવા જણાવ્યું છે. તે ‘જુડવા’ની આગામી સીક્વલમાં કામ કરવા માગે છે. આલિયા કહે છે, હું વરુણને હંમેશાં કહેતી રહું છું કે હું ‘જુડવા થ્રી’માં કામ કરવા માટે બહુ ઉત્સુક છું.
મેં ડેવિડ સરને પણ તેમની આ ફલ્મમાં મને લેવા કહ્યું છે. મારે કાૅમેડી ફિલ્મ કરવી છે. દર્શકોને હસાવવા સરળ કામ નથી. હાૅરર ફિલ્મ વિશે તે કહે છે, હું હાૅરર ફિલ્મોથી બહુ ડરું છું આથી હું તેવા પ્રકારની ફિલ્મમાં કામ કરવા નથી માગતી. જે ફિલ્મો મને જોવી જ ના ગમે તેમાં હું કામ કેવી રીતે કરી શકુંં આમ પણ લોકોને ડરાવીને તેમનું મનોરંજન કરવાની શું જરૂરત છેં ડિરેક્ટર ઝોયા અખ્તરની આગલી ફિલ્મ ‘ગુલ્લી બાૅય’માં આલિયા અને રણવીર સિંહ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે ડિરેક્ટર મેઘના ગુલઝારની આગલી ફિલ્મ ‘રાઝી’ પણ કરી રહી છે. તેમાં તેની સાથે વિક્કી કૌશલ છે. હરિદર સિક્કાની નવલકથા ‘કાૅલિંગ સહમત’ પર આધારિત આ ફિલ્મ આગામી વર્ષે 11 મેએ રિલીઝ થવાની છે. હવે આલિયાની મમ્મી સોની રાઝદાન પણ ફિલ્મમાં કામ કરવાની છે.

print

Comments

comments

VOTING POLL