આવકવેરાના રડાર ઉપર 23 લાખ બેન્ક ખાતા

November 14, 2017 at 12:05 pm


નોટબંધીમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ બેન્કમાં જમા કરી કાળા નાણાને સફેદ બનાવવાની ખુશી મનાવી રહેલા લોકોની ટૂંક સમયમાં ઉંઘ હરામ થઈ શકે છે. આવકવેરા વિભાગે ૨૩ લાખથી વધુ બેન્ક ખાતાઓની ઓળખ કરી છે જેમાં નોટબંધી દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ જમા થ, છે. આવકવેરા વિભાગ હવે એક–એક કરી એવા બેન્ક ખાતાઓની તપાસ કરી રહ્યો છે. વિભાગ એ લોકો પાસેથી હિસાબ માગી રહ્યો છે જેના ખાતામાં આ રકમ જમા થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે નોટબંધી બાદ શંકાસ્પદ બેન્ક ખાતાઓની તપાસ માટે ઓપરેશન કિલન મની શરૂ કયુ હતું. આ હેઠળ બેન્કોને એ ખાતાઓની જાણકારી આપવા માટે કહ્યું હતું જેમાં નોટબંધી દરમિયાન ભારે–ભરખમ રોકડ જમા થઈ છે. ઓપરેશન કિલન મનીના પહેલા તબક્કામાં વિભાગે આવા ૧૭.૯૨ લાખ બેન્ક ખાતાઓની ઓળખ કરી છે. વિભાગની વિશેષ ટીમે આ ખાતાઓનું ઈ–વેરિફીકેશન કરી રહી છે. આ પછી વિભાગે મેમાં ઓપરેશન કિલન મનીનો બીજો તબક્કો શરૂ કર્યેા છે. આ દરમિયાન ૫.૬૮ લાખ નવા ખાતાઓની ઓળખ કરવામાં આવી છે. આ પ્રકારે ૨૩ લાખથી વધુ બેન્ક ખાતાઓ આવકવેરાના રડારમાં આવી ગયા છે. આવકવેરા વિભાગે નોટબંધી બાદ સર્વે અને દરોડાની કાર્યવાહીમાં અત્યાર સુધી ૨૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની અઘોષિત આવક પણ પકડી છે. આ આવક ડોકટરોથી લઈને વેલર્સ અને રિયલ એસ્ટેટવાળાઓને ત્યાં તપાસ દરમિયાન મળી છે.

print

Comments

comments

VOTING POLL