આવકવેરામાં વધુ છૂટ મળી શકે છે, સરકાર બદલાશે તો પણ અસર નહીં થાય:જેટલી

January 13, 2019 at 11:50 am


નાણા મંત્રી અરૂણ જેટલી 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. ચર્ચા છે કે મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર ટેક્સ સાથે જોડાયેલી
કેટલીક છૂટ આપી શકે છે. સેલેરાઈઝ્ડ અને પેન્શનર્સની ટેક્સમાં છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે. સાથે જ ટેક્સમાં છૂટ મેળવવા માટે
રોકાણનો વિસ્તાર પણ કરી શકાય છે.1લી ફેબ્રુઆરીએ મોદી સરકારનું છેલ્લું બજેટ 8 લાખ સુધીની આવક પર ટેક્સ માફ થાયઃ કોંગ્રેસ
સવર્ણોને આર્થિક આધારે 10% અનામત આપવા માટે બંધારણ સંશોધનનું બિલ આ સપ્તાહે જ સંસદમાં પાસ થયું. જેમાં 8 લાખ સુધી વાર્ષિક
આવકવાળાઓને ગરીબ માનીને આર્થિક આધારવાળા અનામતને લાયક માનવામાં આવ્યાં છે. કોંગ્રેસનું કહેવું છે કે જો 8 લાખ સુધીની આવકવાળા
ગરીબ છે તો તેમની પાસેથી આવકવેરો કેમ લેવામાં આવી રહ્યો છે. ચૂંટણી વર્ષમાં કરદાતાઓને રાહત સંભવ 2.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક જૈનનું
કહેવું છે કે સરકાર ભલે જ વચગાળાનું બજેટ રજૂ કરે, પરંતુ ચૂંટણી નજીક હોવાથી ટેક્સમાં છૂટની સીમા વધારવાની જાહેરાત થઈ શકે છે. જો સરકાર
બદલાશે તો પણ ટેક્સ છૂટની મર્યાદા પર કોઈ જ અસર નહીં પડે. કેમકે કોઈ પણ સરકાર ટેક્સ છૂટની મર્યાદા ઘટાડવાનો નિર્ણય નહીં કરે. પહેલાં
પણ ડ્યૂટીઝ ઘટાડવાનો નિર્ણય વચગાળાના બજેટમાં લેવાયો છે. બેંકિંગ સેકટરના એક્સપર્ટ આરકે ગૌતમ જણાવે છે કે સરકાર વચગાળાના બજેટમાં
આવકવેરા સંબંધી કેટલીક જાહેરાતો કરી શકે છે.

print

Comments

comments

VOTING POLL