આવતીકાલે રાજ્યપાલ ઓ.પી.કોહલી જૂનાગઢમાં

January 11, 2017 at 11:57 am


જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો બારમો વાર્ષિક પદવીદાન સમારોહ આવતીકાલે રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. આ સાથે ઉર્જામંત્રી ચીમનભાઈ સાપરીયા, એન.એસ.રાઠોડ તેમજ કુલપતિ ડો.એ.આર.પાઠક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 519 વિદ્યાર્થીઓને પદવી તથા 53 વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. લીમકા બુક ઓફ રેકોર્ડનું સર્ટીફીકેટ પણ અપાશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર પ્લેટેડ તથા પ્રશસ્તી પત્રો એનાયત કરવામાં આવશે. તેમજ જૂનાગઢ કૃષ યુનિવર્સિટીના શિક્ષકોને બેસ્ટ ટીચર્સ એવોર્ડ તથા યુનિવર્સિટીએ કરેલી સિધ્ધી બદલ રાજ્યપાલના હસ્તે લીમ્બા બુક ઓફ રેકોર્ડનું સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં લેમ્પ એન્ડ લાઈટીંગ કાર્યક્રમ પણ યોજાશે તેમજ રાજ્યપાલને કુલપતિ ડો.પાઠક સત્કારશે. તેમજ ત્યારબાદ વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરી મુજબ પદવીઓ એનાયત કરાશે. કાર્યક્રમનું સંચાલન રજીસ્ટ્રાર ડો.એ.એમ.પારખીયા તથા કૃષિ યુનિવર્સિટીની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL