આવતી કાલથી બેંગલૂરુમાં ભારત અને અફઘાનિસ્તાનની ઐતિહાસિક ટેસ્ટ

June 13, 2018 at 11:39 am


અફઘાનિસ્તાનને તાજેતરમાં જ આઇસીસી તરફથી ટેસ્ટ-ક્રિકેટ રમવાનો દરજ્જો મળ્યો છે અને એણે પોતાની સૌપ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટ આવતી કાલથી ભારત સામે રમવાનું પસંદ કર્યું છે. ક્રિકેટના ક્ષેત્રે ભારતને પોતાનું પહેલું ઘર માનતી અફઘાનિસ્તાનની ટીમ અસગર સ્ટેનિકઝાઇના સુકાનમાં રશીદ ખાન અને મુજીબ ઉર રહેમાન સહિતના અનેક કાબેલ સ્પ્નિરોને લઈને ભારત આવી છે.
વિરાટ કોહલી ઈજાને કારણે આ ટેસ્ટમાં નહીં રમે અને અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળશે. આ મેચ માટે સિલેક્ટ થયેલા બાકીના પ્લેયરોમાં શિખર ધવન, લોકેશ રાહુલ, મુરલી વિજય, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ચેતેશ્ર્વર પુજારા, કરુણ નાયર, હાર્દિક પંડ્યા, ઇશાંત શમર્,િ નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવ.
2000ની સાલમાં બંગલાદેશ પોતાની સૌપ્રથમ ટેસ્ટ (ઢાકામાં) ભારત સામે રમ્યું હતું અને એમાં ભારતનો 9 વિકેટે વિજય થયો હતો. 1992માં ઝિમ્બાબ્વે પોતાની પ્રથમ ટેસ્ટ (હરારેમાં) ભારત સામે રમ્યું હતું અને એ મેચ ડ્રોમાં પરિણમી હતી. આયર્લેન્ડ ગયા મહિને પોતાની સૌપ્રથમ ટેસ્ટ (ડબ્લિનમાં) પાકિસ્તાન સામે રમ્યું હતું જેમાં પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો હતો.

print

Comments

comments

VOTING POLL