આવી આનંદી નાતાલ… જનમ્યા ખ્રિસ્તી પ્રભુ જિજસ

December 25, 2018 at 11:36 am


આજે ભગવાન ઈશુનો જન્મદિવસ એટલે કે નાતાલ જેને અંગ્રેજીમાં ક્રિસમસ તરીકે આેળખવામાં આવે છે. દેશભરનાં દેવળોમાં પ્રભુ ઈશુના જન્મના વધામણાં માટે સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ રહેતાં ખ્રિસ્તી પરિવારોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યાે છે. ગઈકાલ રાત્રે 12-00 કલાકથી હેપ્પી ક્રિસમસ કહીને સૌ એકબીજાને મુબારક પાઠવી રહ્યાં છે. સૌરાષ્ટ્રભરમાં આવેલા ચર્ચમાં ભગવાન ઈશુના આગમનને વધાવવા સુંદર ઉજવણી કરવામાં આવી રહી છે.

દેખીતી રીતે જ ભગવાન ઈશુના નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ નાતાલ દ્વારા થાય છે. માટે ક્રિòન પરિવારો ધામધૂમથી ઉજવણી કરીને નવા વર્ષના આગમનને પણ ઉજવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ક્રિòન પરિવારોની સંખ્યા 6થી 7 લાખ છે અને રાજકોટમાં 5થી 6 હજારની વસ્તી છે ત્યારે રાજકોટ શહેરમાં આઈપી મિશન સ્કૂલની બાજુમાં આવેલા સી.એન.આઈ. ચર્ચ, મોચી બજારમાં આવેલા રોમન કેથેલીક ચર્ચ, શ્રાેફ રોડ પર આવેલા ક્રાઈસ્ટ ચર્ચ, ભોમેશ્વરમાં આવેલા પેન્ટીકોસ્ટલ ચર્ચ તેમજ કાલાવડ રોડ પર રોમન કેથેલીક સંપદાયનું લવ ટેમ્પલ જેને પ્રેમ મંદિર તરીકે આેળખવામાં આવે છે ત્યાં પણ ભગવાન ઈશુની પ્રાર્થના માટે દર રવિવારે િખ્રસ્તી પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. શહેરનાં તમામ ચર્ચમાં રોશની ઝળહળી રહી છે તેમજ ક્રિòન પરિવારના આંગણે તારાઆે ટમટમી રહ્યા છે અને શાંતાક્લોઝના લાલ રંગના કપડાંનો ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. નાતાલ પર્વ નિમિતે મધરાત્રીથી જ ઉજવણી કરવામાં આવે છે જેમાં ભગવાન ઈશુના જન્મની પ્રાર્થનાનું અનેરું મહત્વ રહેલું છે. આજે સવારે શહેરનાં તમામ દેવળોમાં સવારે પ્રાર્થના તથા સાંજે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી ચર્ચના દ્વાર ઉઘાડા રહેશે તેમજ જાત-જાતની ઉજવણી કરવામાં આવશે.

રાજકોટમાં ક્રિસમસની ધામધૂમથી તૈયારીઆે ચાલી રહી હતી તેની વચ્ચે ક્રિસમસના આગમનની પૂર્વે રાજકોટની સેન્ટમેરી સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અનેક લોકો શાંતાકલોઝના પરિધાનમાં જોડાયા હતાં. કાલાવડ રોડથી કિસાનપરા ચોક સુધી આ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ શહેરના તમામ ચર્ચમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા આજે જોવા મળી રહી છે. િખ્રસ્તી પરિવાર આમ તો શાંતિપ્રિય માનવામાં આવે છે પરંતુ નાતાલની ઉજવણીમાં પાવરધા જોવા મળી રહ્યાં છે. આજના દિવસથી શહેરની નાની-મોટી હોટલો તથા રેસ્ટોરેન્ટમાં પણ િખ્રસ્તી સમુદાયને તેમજ બાળકોને રિઝવવા માટેશા શાંતાકલોઝના પહેરવેશમાં સજજ થઈને કલાકારો ચોકલેટ અને રમકડાંની ભેટ કરતાં જોવા મળી રહ્યાં છે. શાંતાકલોઝને જોઈને બાળકો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તેમજ હજૂ પણ એક અઠવાડિયું સફેદ દાઢીધારી બાળકોના વ્હાલા શાંતાકલોઝ ઠેર-ઠેર લોકોને ખુશ કરતાં જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL