આશાપુરાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર પર દરોડો: આઠ પકડાયા

December 7, 2017 at 3:12 pm


કોઠારીયા રોડ પર હડકો પાછળ આશાપુરાનગર શેરી નં.16માં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચે મોડીરાત્રે દરોડો પાડી સંચાલક સહિત 8 શખસોને પકડી લીધા હતા.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આશાપુરાનગર શેરી નં.16માં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આર.સી.કાનમીયા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ સહિતના સ્ટાફે મોડીરાત્રે દરોડો પાડયો હતો. જેમાં જુગારધામ ચલાવતો લખધીરસિંહ જુવાનસિંહ વાળા ઉપરાંત જુગાર રમવા આવેલ મેહલ વહાણ કાંજીયા, રાજેશ ગોબર ખસીયા, ઘોઘુભા બાલુભા વાળા, મુકેશ લક્ષ્મીદાસ કોટક, રજની મગન પાંઉ, નિરંજન ગુલાબ ગોસ્વામી અને અશ્ર્વિન શાંતિલાલ ભુવાની ધરપકડ કરવામાં આવી હતી. દરોડામાં પતા ટીચતા ખેલીઓ પાસેથી ા.17070ની રોકડ કબજે કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL