આસામનાં ગેરકાયદે નાગરિકોને બંગાળમાં વસાવવાની તૈયારી

August 6, 2018 at 11:37 am


આસામના એનઆરસીમાં જે લોકોનાં નામ નથી અને જેમની સાથે પ્રñાર્થ છે તે લાખો લોકોને પશ્ચિમ બંગાળમાં આશરો આપીને વસવાટ કરાવવાની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરવામાં આવી છે.
ભાગેડુ એવા ગોરખા જનમુિક્ત મોરચાના નેતા બિમલ ગુરુંગે આ ધડાકો કરીને રાજકીય ટક્કરમાં વધુ ઘી હોમી દીધું છે અને આ બાબતે જોરદાર જંગ જાગશે.
આ નેતાએ એવો દાવો કર્યો છે કે, બંગાળના દાર્જિલિંગ અને અન્ય વિસ્તારોમાં આવા લોકોને વસાવવા માટે જમીનની આેળખ કરવામાં આવી રહી છે.

પોતાના ગુપ્ત આશ્રય સ્થાનેથી ગોરખા નેતાએ આ સત્તાવાર નિવેદન આપ્યું છે. એમરે એમ પણ કહ્યું છે કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઆેને વસાવવાના પ્રયાસથી રાષ્ટ્રીય સલામતિ પર જોખમ વધશે.
જો કે, ત્રિનામૂલ કાેંગીના દાર્જિલિંગના પ્રમુખે ગોરખા નેતાના આ આક્ષેપને ફગાવી દીધો છે. એમણે કહ્યું છે કે, આ માણસ ઈરાદાપૂર્વક વાતને ખોટી રીતે ચગાવવા માગે છે અને પોતાનું વજન વધારવા માગે છે.
મમતાની પાર્ટીએ એમ કહ્યું છે કે, આસામના એનઆરસી લિસ્ટમાંથી 1 લાખ જેટલા ગોરખા લોકોનાં નામ કમી કરવામાં આવ્યા છે.
ગોરખા નેતા છેલ્લા ઘણા સમયથી ભાગતો ફરે છે અને તેની સામે આતંક વિરોધી કાયદા પણ લાગુ કરવામાં આવ્યા છે.
આસામના ગેરકાયદે લોકોને પશ્ચિમ બંગાળમાં વસાવવાના પ્રયાસનો ધડાકો ગોરખાના ભાગેડુ નેતાએ કર્યો છે ત્યારે આ પ્રકરણ નવી આગ પેદા કરશે.

દાર્જિલિંગમાં જો આસામના ગેરકાયદે વસાહતીઆેને સાચવવામાં આવશે તે વાત સાચી હશે તો દેશમાં મોટો રાજકીય ભૂકંપ થશે.

print

Comments

comments

VOTING POLL