આેઈલ મિલરોના પ્રશ્નોનો આઠ દિવસમાં નિરાકરણ લવાશેઃ નાફેડનું હકારાત્મક વલણ

September 12, 2018 at 3:50 pm


નાફેડના અકળભર્યા વલણ સામે સોમાના સભ્યોએ લડાઈ શરુ કરતાં જ તેની અસર થઈ છે. સોમાએ નાફેડ પાસેથી મગફળી ખરીદવાનું બંધ કરી દીધું છે ત્યારે ફરી એક વખત નાફેડે હકારાત્મક વલણ દાખવ્યું છે. નાફેડ નું વલણ જોઈ તેની સાથે કામ કરવું કે નહી તે સંદર્ભે આજ ગાેંડલમાં આેઇલ મિલરોની એક બેઠક કલાકે ગાેંડલ ના ઉદ્યાેગ નગર હોલમાં યોજી હતી, જેમાં સૌરાષ્ટ્ર ભરના અઢીસો જેટલા આેઈલમિલરો હાજર રહ્યા હતા તેમજ સોમા પ્રમુખ સમીર શાહ સાહિતનાઆે હજાર રહ્યા હતા. અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી જેમાં જુલાઈ માસ માં ખરીદયેલ મગફળીના બીલો નથી મળ્યા તે વહેલી તકે મળે તેવા પગલાં લેવા, વ્યાપારી દ્વારા ઇ બીલો ને લઈ રીટર્ન ફાઇલ માં તકલીફો પડે છે તેનું યોગ્ય નિરાકરણ લાવવું, પહેલા ગોડાઉન નું લિસ્ટ મુકતું,

અને ઇ આેક્ષન ના ભાવો આપતા જે બંધ થાય છે જે જણાવવા મગફળી ની ખરીદી અને વેચાણ નું લોસ્ટ નાફેડ દ્વારા પૂરું પડતું જે હવે મળતું બંધ થઈ ગયું છે તે ફરી શરુ કરવું, અમુક ગોડાઉન ના ભાડા ની રકમ ન ચૂકવતા ગોડાઉન માલિકો દ્વારા મગફળી ની ભરાઈ કરવામાં દેવા માં નથી આવતી વ્યાપારીને તકલીફ થાય છે તે અંગે યોગ્ય પગલાં લેવા ચર્ચા કરાઇ હતી જેમાં નાફેડના અધિકારીઆે દ્વારા 8 થી 10 દિવસ માંજ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી વિશ્વસનીયતાનો મોબાઈલ એસએમએસ અપાતા મિલરો દ્વારા ફરીથી મગફળી ખરીદી શરુ કરવામાં આવશે તેવું મિટિંગ ના અંતે જણાવાયું હતું.

print

Comments

comments

VOTING POLL