આેખાના માછીમારોની બાહુબલી બોટ દરીયામાં આગમાં ભસ્મ: ત્રણ મોત, ત્રણ માછીમાર લાપતા

January 11, 2017 at 2:24 pm


આેખાની બાહુબલી બોટ દરીયામાં માછીમારી માટે ગઇ હતી ત્યારે બે દિવસ પુર્વે બોટમાં અકસ્માતે આગ લાગતા ટંડેલ અને માછીમારો દરીયામાં કુદી પડયા હતા જેમાં ત્રણના ડુબી જવાથી મૃત્યુ થયાનું અને ત્રણ લાપતા હોવાનું જાણવા મળ્યુ છે, ટંડેલનો બચાવ થયો છે, આજે સવારે ત્રણેય માછીમારના મૃતદેહ આેખા લાવવામાં આવ્યા હતા અને પીએમ માટે દ્વારકા હોસ્પીટલ લઇ જવામાં આવ્યા છે.

આ અંગેની મળતી વિગત મુજબ જખો નજીક આેખાની બાહુબલી નામની ફીશીગ બોટ તા. 10ના રાત્રીના સુમારે સળગી જતા તેમા રહેલા ટંડેલ અને છ માછીમાર આ સાતેય દરીયામાં કુદી પડયા હતા જેમાં ટંડેલ અન્ય બોટના સહારે બચાવ થયો હતો ત્યારે ત્રણ ડુબી જવાથી મૃત્યુને ભેટયા હતા જયારે ત્રણ માછીમાર હજુ લાપતા હોવાનું જાણવા મળ્યુ છે.

મરનારમાં સંજય લખમણ કોળી (ઉ.વ.18), વિજય લખમણ કોળી (ઉ.વ.20) અને પરબતભાઇ રામજીભાઇ (ઉ.વ.51) નો સમાવેશ થાય છે, આ ત્રણેયના મૃતદેહ આેખા ખાતે લાવવામાં આવ્યા છે અને પીએમ માટે દ્વારકા હોસ્પીટલ ખસેડવા તજીવીજ હાથ ધરવામાં આવી હતી. આેખા મરીન પોલીસ દ્વારા આ અંગેની તપાસ ચલાવવામાં આવી રહી છે. બાહુબલી બોટના ટંડેલ કોડીનારના કોબ ગામના સાદુર પાંચાભાઇ વાઘેલા એ આ અંગેની વિગતો મરીન પોલીસ સમક્ષ જણાવી હતી.

વધુમાં મળેલી વિગત મુજબ આેખાની બાહુબલી ફીશીગ બોટ ગત તા. 5ના માછીમારી માટે રવાના થઇ હતી અને એ બાદ દરીયામાં રહેલી બોટમાં અકસ્માતે આગ લાગતા આ બનાવ બન્યાે હોવાનું જાણવા મળેલ છે, હજુ ત્રણ માછીમાર લાપતા હોય જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, બે દિવસથી કોઇ પતો નહી લાગતા મૃત્યુ આંક વધવાની ભીતિ સેવવામાં આવી રહી છે. માછીમારોના મૃત્યુ અને લાપતા બન્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા માછીમાર પરિવારોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

print

Comments

comments

VOTING POLL