આેખામાં આરડીએકસ સાથે બોટ ઝડપાઇઃ મોકડ્રીલ જાહેર કરાઇ

October 5, 2017 at 1:19 pm


સૌરાષ્ટ્ર અને હાલારના સાગરકાંઠે બે દિવસીય આેપરેશન સાગરસુરક્ષા કવચ ચાલી રહયુ છે જેમાં પેટ્રાેલીગ, ચેકીગ અને બંદોબસ્તની કાર્યવાહી ચુસ્ત રીતે કરવામાં આવી રહયુ છે ગઇકાલે આેખા નજીક આરડીએકસના બોકસ સાથે બોટ પકડી પાડવામાં આવી હતી. દરમ્યાનમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરતા તંત્ર સહિતનાઆેએ હાંશકારો અનુભવ્યો હતો. હાલારમાં સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો છે, કોસ્ટગાર્ડ, એસઆેજી, સેન્ટ્રલ આઇબી, કસ્ટમ, નેવી, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઆે તેમા જોડાશે દરીયાઇ બોટ દ્વારા એસઆેજી અને મરીન પોલીસ સધન ચેકીગની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ દરીયાઇ કાંઠાના તમામ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્જન ટાપુઆે પર સતત દેખરેખ, દરીયાઇ પટ્ટીના અવાવરૂ વિસ્તારોમાં ચેકીગ તેમજ લેન્ડીગ અને ફીશીગ પઇન્ટ પર પેટ્રાેલીગ કરાશે, તમામ જેટીઆે પર ચેકીગ કર્યુ હતું. આેપરેશન સાગર સુરક્ષા કવચ બે દિવસ ચાલનાર હોય જેમાં ઉપરોકત કાર્યવાહી ઉપરાંત ગઇકાલે પ્રથમ દિવસે આેખાથી પાંચ માઇલ દુર એક શંકાસ્પદ બોટની તલાશી લેતા તેમાથી આરડીએકસ બોકસ મળી આવ્યુ હતું નવ વ્યકિતઆેની પુછપરછ કરી હતી, આ કાર્યવાહીમાં મરીન કમાન્ડો કોસ્ટગાર્ડ સહિતની ટુકડીઆે જોડાઇ હતી આખરે આ કાર્યવાહીને મોકડ્રીલ હોવાનું જાહેર કરાયુ હતું. આજે બીજા દિવસે જુદી જુદી સુરક્ષા એજન્સીઆે દ્વારા વધુ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે.

print

Comments

comments

VOTING POLL