આેખા નગરપાલિકામાં વિકાસ કામોમાં તંત્ર, પદાધિકારીઆેને અપાય છે ટકાવારી…?

October 10, 2017 at 11:39 am


આેખા નગરપાલિકાના વિકાસ કામો માટે ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તેમાં સાંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, દેવભૂમિ જિલ્લા છેવાડાના વિસ્તારના લોકોને તેનો લાભ થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે, પણ આેખાનગર પાલિકા પીધી ગયેલા જે તે જવાબદાર શાખાના જવાબદાર અધિકારીઆે તથા વિકાસના કામો માટે પાલિકા દ્વારા નિમાયેલા રજીસ્ટ્રશન સલાહકાર સંસ્થા પાર્ટી દ્વારા દંડો અને દૂધમાં પગ રાખી, ભ્રષ્ટાચાર કેમ કરાયો અને ભ્રષ્ટાચાર ફરિયાદો આવે તો તેમાં કેમ નીકળી જવું તે જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર નાખવી કોર્ટ મેટલ કરવી વિગેરે માર્ગદર્શન મળે છે. હાલમાં છેલ્લા છ માસ પાલિકા દ્વારા વિકાસકામો કરોડો રૂપિયા ટેન્ડરો બહાર પાડેલ, તેમાં પાલિકા પદાધિકારીઆે સાથે ભાગીદારી અને ટકાવારી તંત્રએ આપવામાં આવેલ, તેમજ વિશ્વાસ વતુર્ળમાંથી માહિતી મળેલ કે હાલના પ્રમુખના પતિ ભાગીદારીમાં કરોડો રૂપિયાના કામ કરેલ, અધિકારીઆે અને બાંધકામ શાખા ઇજનેરોને પણ ટકાવારીમાં ત્રણ ગણી આપવા લાલચ આપેલ, તેમજ અમુક ચૂંટાયેલા સદસ્યોને પણ ટકાવારીમાં વધારો કરેલ જે સદસ્યો ભ્રષ્ટાચાર અટકાવાનો પ્રયત્નો કરે છે તેની સામે ખોટી રીતે રજૂઆતો કરો તેને બદનામ કરતા અન્ય ધમકીઆે પણ આપે છે. ભાગીદારી દ્વારા ચાલતા સી.સી. રોડના કામમાં 4 ઇંચ જગ્યાએ 1પ થી રપ ઇંચ ગુટા કાંકરેટ થાય છે અને નબળી ગુણવતાવાળો માલ મટીરીયલ વપરાશ થાય છે તેમજ સી.સી. રોડમાં જે લોખંડ વપરાશ કરવામાં આવે છે તે પણ નબળી ગુણવતાનો વાપરવામાં આવે છે. સી.સી. રોડનું કામ રાત્રના સમયે પાલિકા ઇજનેરોની ગેરહાજરીમાં થાય છે. શું તેની તપાસ કે કાર્યવાહી મુખ્ય અધિકારી આેખાનગરપાલિકાના કરશે કે ઉચ્ચ અધિકારીઆેની ટોચ તપાસ અથ£ ટીમ મોકલશે કે ભ્રષ્ટાચાર અટકાવવાની તંત્રની છે કે પ્રજાના પ્રતિનિધિની જવાબદારી નથી શું ં પ્રજાનો તેમને વિકાસકામોમાં ભ્રષ્ટાચાર કરવા માટે પાલિકા સદસ્યો તરીકે ચૂંટેલ છે.

print

Comments

comments

VOTING POLL