આેખી વાવાઝોડું ધરબાયું પરંતુ દરિયાની સપાટી ઉપર રહેતા પક્ષીઆે ઉપર જોખમ

December 7, 2017 at 5:51 pm


અગાઉ ફºંકાયેલા નિલોફર વાવાઝોડાએ જે રીતે દરિયાઇ જીવસૃિષ્ટને મોટું નુકશાન પહાેંચાડયું હતું તેવી જ રીતે હવે આેખી વાવાઝોડું દરિયામાં ધરબાઇ ગયું છે પરંતુ દરિયાની સપાટી ઉપર રહેતા પક્ષીઆે ઉપર જોખમ સજાર્યું હોવાથી કાંઠે ફેંકાતા પક્ષીઆેને બચાવવા માટે પોરબંદરના પક્ષીપ્રેમી યુવાનો કટીબધ્ધ છે.
મોકરસાગર વેટલેન્ડ કમીટીના સભ્ય ધવલભાઇ વારગીયાએ તે અંગેની માહિતી આપતા જણાવ્éું હતું કે, આેખી વાવાઝોડું દરિયામાં સમાઇ ગયું છે પરંતુ તેની ઘાતક અસરથી દરિયાઇ જીવસૃિષ્ટને મોટું નુકશાન થયું છે. અગાઉ નિલોફર વાવાઝોડું આવ્éું ત્યારે પોરબંદરના દરિયાકીનારે બે દિવસ સુધી અનેક પક્ષીઆે ઇજાગ્રસ્ત હાલતમાં અને તોફાનમાં સપડાઇને તેના મૃતદેહો પણ ફેંકાયા હોવાના બનાવો મળી આવ્યા હતા. તેમણે જણાવ્éું હતું કે, સમુદ્રની અંદર રહેતા પક્ષીઆે જેને પેલાજીક એરીયામાં રહેતા પેલેજીક બર્ડ કહેવામાં આવે છે જેમાં સીપરવોટર, સ્કુવા, બુબી, પેટ્રલ, ગલ અને ટર્ન જેવા અનેક પક્ષીઆે સમુદ્રમાં સપાટી ઉપર રહે છે અને બોટ કે હોડીના કાંઠે બેસીને થાેડોક સમય આરામ કરીને ફરી દરિયામાં જાય છે અને ખાસ ઇંડા મુકવા માટે જ તેઆે કાંઠે આવતા હોય છે.
પેલાજીક એરીયામાં ફºંકાયેલા વાવાઝોડાને કારણે આ પ્રકારના પેલેજીક પક્ષીઆેને મોટું નુકશાન થયું હોવાની શકયતા નકારી શકાતી નથી. કેમ કે દરિયામાં ઉંચા ઉછળતા મોજાએ અનેક પક્ષીઆેને તેના શિકાર બનાવ્યા હતા. ખાસ કરીને પોરબંદર, જામનગર અને વેરાવળના દરિયાકીનારે આવા પક્ષીઆે ફેંકાતા હોય છે ત્યારે પોરબંદરમાં મોકરસાગર વેટલેન્ડ કમીટીના સભ્યો આવા પક્ષીઆે ઇજાગ્રસ્ત જણાય તો તેને સારવાર આપવા અને પક્ષી અભ્યારÎય સુધી પહાેંચાડવા કટીબધ્ધ છે. યુવાનોના આ પગલાને પોરબંદરના પક્ષીપ્રેમીઆેએ બિરદાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL