આેગસ્ટ-2016માં અધિકૃત જાહેર કરાયેલ ઉદય એકસપ્રેસ જામનગરના પાટા ઉપર ચડી જ નહી

January 11, 2019 at 12:56 pm


આેગસ્ટ 2016માં ભારત સરકારના ભારતીય રેલ્વે દ્વારા જામનગર બાન્દ્રા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફેરાવાળી નવિનતમ શ્રેણીની ઉદય એકસપ્રેસ શરુ કરવાની જાહેરાત કરવામાં આવેલી. પરંતુ બે વર્ષ ઉપરનોસમય વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ ઉદય એકસપ્રેસ શરુ થઇ નથી. તેમ નગરના જાગૃત નાગરિક કરદાતા ઉપભોક્તા ગ્રાહક હિત રક્ષક સંગઠનના ચંદ્રવદન પંડયાએ રજુઆતમાં જણાવ્યું છે.

મુંબઇ અમદાવાદ વચ્ચે દોડતી દુરંતો ટ્રેન રાજકોટ દૈનિક ધોરણે લંબાશે તેવા સમાચાર (મોરબી) રાજકોટના લોકસભા સાંસદના પ્રયાસોથી પ્રસિÙ થયા હતા. જે પણ હજુ સુધી ચાલુ થઇનથી. ડીસેમ્બર 2018માં ઉદય એકસપ્રેસના બદલે હવે નવી હમસફર ટ્રેન દોડશે તેવી અધિકૃત જાહેરાત થઇ. પણ કયારે શરુ થશે તેનું હજુ કાંઇ નક્કી નથી. રેલ્વે મંત્રાલય દ્વારા ટે²નો શરુ થવાની જાહેરાતો કરી દેવામાં આવે છે. પરંતુ શરુ થતી નથી. લાંબા અંતરની ઝડપી ટ્રેન સરકાર દ્વારા અધિકૃત રીતે જાહેર થયેલ હોવા છતાં શરુ ન થાય તેવું ભારતમાં જ બને.

print

Comments

comments

VOTING POLL