આેટો હબ ગણાતા ગુજરાતમાં 2018માં મંદીનું ગ્રહણ, વાહન રજિસ્ટ્રેશન મામલે પાછળ

January 3, 2019 at 4:53 pm


વર્ષ 2018માં ગુજરાતમાં વાહન રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો. સમગ્ર દેશમાં જ્યારે વર્ષ 2017ની તુલનાએ 2018માં આ મામલે 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. પરંતુ ગુજરાતમાં વાહન રજીસ્ટ્રેશનમાં 3.44 ટકાનો ઘટાડો નાેંધાયો હતો.
માત્ર અમદાવાદ શહેરમાં વર્ષ 2017ના 3.18 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સામે 2018માં માત્ર 2.92 લાખ વાહનો નાેંધાયા. જે શહેરમાં 8.18 ટકાનો ઘટાડો છે. સરકારી વેબસાઈટ પરિવહનના રજીસ્ટ્રેશન ડેટા રિપોર્ટ મુજબ વર્ષે 2018માં 16.56 લાખ વાહનો ગુજરાતમાં રજીસ્ટર થયા હતા, જ્યારે વર્ષ 2017માં 17.15 લાખ વાહનો. જોકે સુરત, ખેડા અને આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશનમાં વધારો નાેંધાયો છે. ડેટા મુજબ, કારનું રજીસ્ટ્રેશન દેશમાં લાખની સંખ્યામાં વધ્યું છે, જ્યારે ગુજરાતમાં માત્ર 19000 કાર્સ 2018માં રજીસ્ટર થઈ. ટુ-વ્હીલર માર્કેટ ગણતા ગુજરાતમાં પણ ટુ-વ્હીલર રજીસ્ટ્રેશનમાં ઘટાડો થયો. સમગ્ર દેશમાં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશનમાં 9.57 ટકાનો વધારો થયો, જ્યારે ગુજરાતમાં 4.9 ટકાનો ઘટાડો નાેંધાયો. સ્પષ્ટ આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 59,000 વાહનોના રજીસ્ટ્રેશનમાં ઘટાડો નાેંધાયો છે. દેશમાં આ મામલે સૌથી વધારે ઘટાડો કણાર્ટકામાં (2.42 લાખ વાહનો) નાેંધાયો છે. ટકાવારીના ઘટાડાની દ્રિષ્ટએ ગુજરાત આ લિસ્ટમાં ચોથા ક્રમે આવે છે. આ લિસ્ટમાં કણાર્ટકા 40 ટકા ડ્રાેપ સાથે પહેલા ક્રમે છે, ત્યાર બાદ ગોવા 6.89 ટકા અને પાેંડીચેરી 4.35 ટકા છે. સીનિયર ટ્રાન્સપોર્ટ આેફિસરે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં સમસ્યા અને નબળા વરસાદના કારણે 2018માં ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં આેટો વેચાણને અસર થઈ છે. ગુજરાત ફેડરેશન આેફ આેટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશનના રિજલન ડિરેક્ટર પ્રણવ શાહ કહે છે કે, નવરાત્રિ સીઝન પહેલા જ પેટ્રાેલની કિંમત 80 રુપિયા પ્રતિ લીટર સુધી પહાેંચી જતા વર્ષ 2018માં ફેસ્ટિવ સિઝન દરમિયાન વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *