આેડિશા, આંધ્રના સાગરકાંઠે વાવાઝોડુંઃ ભારે વરસાદ

September 21, 2018 at 10:49 am


આેડિશા અને આંધ્રપ્રદેશના સાગરકાંઠે મધરાત્રે સાઇક્લોન ત્રાટકયું છે તેમ ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે. ગુરુવારે રાત્રે વાવાઝોડું 23 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું હતું. તે પછી આગામી 12 કલાકમાં તે સાઇક્લોનિક સ્ટોર્મમાં પરિવતિર્ત થયું હતું. વાવાઝોડાને પગલે આ બંને રાજ્યોમાં એલર્ટ જારી કરી દેવાયા છે. પહેલાં આ ડિપ્રેશન બંગાળના અખાત પર સ્થિત થયું હતું અને તે પછી આગળ વધ્યું હતું. હવે તેની તીવ્રતા વધી છે અને આેડિશા અને આંધ્રપ્રદેશમાં તે વિનાશક વાવાઝોડામાં પરિવતિર્ત થયું છે. હાલમાં આેડિશાના ગોપાલપુરમાં આ વાવાઝોડું કેિન્દ્રત થયું છે. ડિપ્રેશન પિશ્ચમ-ઉત્તરપિશ્ચમ દિશામાં આગળ વધવાનું છે. તે દક્ષિણ આેડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશને ક્રાેસ કરી જશે. ગોપાલપુર નજીક આવેલા પુરી અને કલિંગાપટનમની વચ્ચે મોડી રાત્રે તે આવી શકે છે. આ વખતે તેની સ્પીડ કલાકના 60થી 70ની થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આંધ્રપ્રદેશના વિઝિઆનાગરામ, શ્રીકાકુલમ તેમજ આેડિશાના પુરી, ખુદાર્, ગંજમ અને ગજપતિ જિલ્લાઆેમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આેડિશામાં બુધવારથી વિવિધ જિલ્લાઆેમાં વરસાદ પડી રહ્યાે છે પણ આગામી 48 કલાકમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બુધવારથી જ આેડિસાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવો શરુ થયો હતો. આવતા 48 કલાક દરમિયાન આેડિસામાં ભારે વરસાદ પડશે અને ત્યારબાદ એ કદાચ ધીરો પડે. હવાના દબાણને લીધે બાલાસોર, ભદ્રક, પુરી, ગંજમ, ખોરદા, જગતસિંહપુર, કટક, કેન્દ્રાપાડા અને જાજપુર જિલ્લામાં સાંબલાધાર વરસાદ વરસ્યો હતો.
આેડિસાના કાંઠે 55થી 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને રાજ્યના આંતરિક વિસ્તારોમાં કદાચ એની ઝડપ વધીને 80 કિ. મી. પ્રતિ કલાક સુધી પહાેંચવાનો અંદાજ જાહેર કરાયો હતો. આેડિસાના કાંઠા નજીક અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તરમાં સમુદ્ર ખૂબ તોફાને ચઢશે. ગજપતિ, ગંજમ, ખુરદા અને પુરી જેવા નીચાણવાળા વિસ્તારમાં ભરતીના પાણી પ્રવેશવાની શક્યતા છે. વિપરીત હવામાનની શક્યતાએ માછીમારોને શુક્રવાર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી. આેડિસાના બધા બંદરો પર ખતરાનું 3 નંબરનું સિગ્નલ જાહેર કરાયું હતું. કોઇપણ વિપરીત પરિસ્થિતી માટે તૈયાર રહેવાની પ્રશાસનને સલાહ આપવામાં આવી હતી.
ઇન્ડિયન મેટ્રાેલોજિકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ આંધ્રપ્રદેશ, આેડિસા સહિત દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડાના પગલે જોરદાર વરસાદ શરૂ થયો છે અને આવતીકાલે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર મણિપુર, મિઝોરમ, ત્રિપુરા સહિતના રાજ્યોમાં વરસાદની શકયતા છે. તા.23ના રોજ યુપી, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અને તા.24ના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરૂણાચલ, પંજાબ, તામિલનાડુ, આસામમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી આ સીસ્ટમની અસર રહેશે અને છેલ્લા દિવસે તા.25ના રોજ હિમાચલ પ્રદેશ, અરૂણાચલ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, આસામ, મેઘાલય, તામિલનાડુમાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

print

Comments

comments

VOTING POLL