આેનલાઈન સામાન મગાવનારા ચેતજોઃ પાંચમાંથી એક ગ્રાહકને ધાબડાતો નકલી સામાન

November 6, 2018 at 10:53 am


જો તમે તમારી દરેક નાની-મોટી જરૂરિયાતનો સામાન આેનલાઈન ખરીદો છો તો સાવધાન થઈ જવાની જરૂર છે. એક સર્વે અનુસાર આેનલાઈન સામાન મગાવનારા પ્રત્યેક પાંચમાંથી એક ગ્રાહકને નકલી સામાન ધાબડી દેવાતો હોવાનો ચાેંકાવનારો ખુલાસો થયો છે.

સ્થાનિક એજન્સી ‘લોકલ સર્કલ્સ’ દ્વારા કરાયેલા સર્વે અનુસાર પાછલા છ મહિનામાં હજારો લોકોએ આેનલાઈન ખરીદી ઉત્પાદનો નકલી હોવાની ફરિયાદ કરી હતી. તાજેતરમાં જ એક ગ્રાહકે એમેઝોન અને િફ્લપકાર્ટને ભેળસેળવાળા સા¦દર્ય પ્રસાધનોના વેચાણ માટે નોટિસ ફટકારી હતી. તેમાં અનેક હાનિકારક સામગ્રી મળી આવી હતી. જો કે ‘પેટીએમ મોલ’એ 2017ના મધ્ય સુધી 85 હજારથી વધુ વિક્રેતાઆેને નકલી સામાન વેચવાને કારણે યાદીમાં હટાવ્યા છે. િફ્લપકાર્ટનું કહેવું છે કે તે પણ આ મામલામાં બહુ સાવચેતી રાખે છે.

એજન્સીએ 53 હજાર લોકો ઉપર કરેલા સર્વેક્ષરમાં 19 ટકા ગ્રાહકોને નકલી ઉત્પાદન મળ્યું હોવાની ફરિયાદ હતી તો 57 ટકા લોકોએ તેમને નકલી સામાન મળ્યો હોવાનો ઈનકાર કર્યો હતો. આ ઉપરાંત 24 ટકા લોકોને એ ખબર જ નહોતી પડી કે તેમને મળેલો સામાન અસલી છે કે નકલી ! સૌથી વધુ નકલી સામાન ધાબડી દેવામાં આવે છે તેમાં સા¦દર્ય ઉત્પાદનો વધુ હોવાનો ખુલાસો થયો છે. સા¦દર્ય ઉત્પાદનોમાં 35 ટકા ઉત્પાદનો નકલી ધાબડી દેવાયા છે તો 22 ટકામાં ભેળસેળ ખૂલી છે. જ્યારે 35 ટકા સુગંધીત ઉત્પાદનો નકલી નીકળ્યા છે તો 8 ટકામાં બેગ નકલી હોવાનો ખુલાસો થયો છે.

print

Comments

comments

VOTING POLL