આેર્ડર-આેર્ડર…, 21મીથી તળાજામાં નવી કોર્ટ બિલ્ડીગ કાર્યરત

January 11, 2017 at 2:24 pm


તળાજા શહેરમાં કાર્યરત રજવાડા સમયમાં કાર્યરત કોર્ટ બીલ્ડીગ જર્જરીત થતા અને તેનો કેટલોક ભાગ ખભળી જતા સંદેશ દ્વારા નવુ કોર્ટ બીલ્ડીગ, સંકૂલ બને એવા લોક હીતાથ£ પ્રસિધ્ધ થયેલ અહેવાલ બાદ આગામી ર1 તારીખના રોજ નવા કોર્ટ બીલ્ડીગનું લોકાર્પણ થશે.વકીલ મંડળની લાંબી લડત, માંગ બાદ નવુ બીલ્ડીગ કાર્યરત થતુ હોઈ વકીલ મંડળમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. તળાજાની ત્રણેય કોર્ટ આ નવા બીલ્ડીગમાં કાર્યરત થશે.

તળાજામાં આધુનિક સુવિધા સાથેનું નવુ કોર્ટ બીલ્ડીગનું નિમાર્ણ થાય તેવી વકિલ મંડળની લડત અને લાગણીને ગોહિલવાડના ધબકાર સંદેશએ વારંવાર જે-તે સમયે વાચા આપી હતી. વકિલ મંડળની પ્રબળ માંગણીના ફળ સ્વરૃપે નવુ ચાર કોર્ટ ચાલી શકે તેવુ બીલ્ડીગ તૈયાર થયુ છે. વકીલ મંડળના જણાવ્યા અનુસાર આગામી તા.ર1ના ડિસ્ટ્રીક્ટ જજ જે.જે.પંડયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
વકીલ મંડળએ વધુમાં જણાવ્યુ હતું કે તળાજાના સેશન કોર્ટને લગતા કેસ મહુવામાં ચાલે છે. આથી વકીલ અને કેસને લગતા વ્યિક્તઆે, પોલીસ અધિકારીને પણ ત્યાં જવું પડે છે. મહુવા િસ્થત કોર્ટમાં ચાલતા કેસોમાંથી પચાસ ટકા જેટલા કેસ તળાજાના હોય છે. આથી તળાજા ખાતે સિવિલ સિનિયર જજની કોર્ટ ચાલુ થાય તો કેસને લગતા દરેક વ્યિક્ત, પોલીસને સમય અને નાણા બંનેનો ફાયદો થાય તેમ છે. આ બાબતે પણ સંબંધીત કક્ષાએ રજૂઆત કરવામાં આવશેનું વકીલ મંડળે લાગણી વ્યક્ત કરી હતી.

print

Comments

comments

VOTING POLL