આ ગામમાં છોકરીનો પ્રેમ મેળવવા લોકો વહાવે છે લોહી

April 15, 2017 at 7:25 pm


આ છે ઈન્ડોનેશિયાના બાલીનું નાનકડું એવુ ટેંગાનન ગામ. જ્યાં પ્રેમને પામવા માટે એક વિચિત્ર પરંપરા અનુસરવામાં આવી રહી છે. ઉસાબા સાંબાહ ફેસ્ટીવલના નામથી પણ ઓળખાય છે. જે દર વર્ષે મે મહિનામાં ઉજવાય છે. આ ફેસ્ટીવલ ગામના અનમેરીડ યુવકો માટે છે. જેના થકી તે ગામની યુવતીઓને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.

આ ફેસ્ટમાં યુવકો એકબીજા સાથે પંડાનસની કાંટાળી લાકડી લઈને સાથે લડાઈ કરે છે. અને પોતાના બચાવમાં રાખે છે માત્ર એક વાંસની શિલ્ડ આ ફાઈટમાં યુવકોનું લોહી પણ વહે છે. લડાઈ સમયે ગામની કુંવારી યુવતીઓને તૈયાર કરીને લાકડાના ચક્કર પર બેસાડવામાં આવે છે. અને આ લડાઈને તે ત્યાંથી નિહાળે છે, ચક્કર ત્યાં સુધી ફરે છે જ્યાં સુધી આ લડાઈ બંધ ન થઈ જાય. અને આ પ્રોસેસ ઘણા લાંબા સમય સુધી ચાલે છે.

print

Comments

comments

VOTING POLL