આ ગામમાં બાળકથી લઇને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ ઠીંગણો જોવા મળે છે

February 13, 2018 at 3:10 pm


ભારતમાં જ નહીં દેશ-વિદેશમાં એવા રહસ્યો છે જેને સમજવા વૈજ્ઞાનિકો માટે ખૂબ જ મુશ્કેલ છે. જેમ કે ચીનનું યાંગ્સી ગામ. આ ગામમાં બાળકથી લઇને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ ઠીંગણો છે. જેના લીધે આ ગામને બૌના ગામ કહેવામાં આવે છે. અહીં વસતાં અડધાથી વધારે લોકો ઠીંગણાં છે. અહીં 70માંથી 30 લોકોની હાઇટ માત્ર 2 ફૂટથી 4 ફૂટની વચ્ચે રહે છે. જેનું કારણ વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.

આ ઠીંગણાં લોકો વિશે 1951માં જાણ થઇ, તે પછી આ ગામના અનેક લોકોએ શહેરમાં સ્થાયી થવાનું વિચાર્યું જેના કારણે તેમના બાળકો ઠીંગણાં જન્મે નહીં. અહીંના લોકોનું માનવું છે કે આ ગામમાં ખરાબ તાકાતનો પ્રભાવ છે અથવા પૂર્વજોને યોગ્ય રીતે દફનાવવામાં આવ્યાં નથી જેના કારણે આવી ઠીંગણાં જાતી પેદા થઇ રહી છે. જ્યારે થોડાં લોકો જાપાન દ્વારા ચીન ઉપર આક્રમણ કરતી વખતે છોડેલાં ઝેરીલા ગેસની અસર જણાવે છે.

print

Comments

comments

VOTING POLL