આ ઘરઘથ્થુ ઉપાય કરી નેઇલ પોલિશ દૂર કરો

February 21, 2018 at 7:56 pm


મહિલાઓને ઘણી વખત આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે ડ્રેસિંગ ટેબલ પર નેલ પોલિશ સાફ કરવા માટે પહોંચે પરંતુ તે સમયે જ રિમૂવરની બોટલ ખાલી મળે છે. આ ખાલી બોટલ જોઈને બધો ઉત્સાહ મરી જાય છે. આવી સ્થિતિમાં પણ તમે તમારા ઘરમાં જ રહેલી કેટલીક આઈટમનો ઉપયોગ રિમૂવર તરીકે કરી શકો છો. આજે અમે આવી જ 5 ઘરઘથ્થું વસ્તુઓની જાણકારી આપીશું જે તમને નેઈલ પોલિશ રિમૂવર તરીકે ઉપયોગમાં લઈ શકો છો…

જો તમારા ઘરમાં આલ્કોહલ (દારૂ) છે તો તમે તેના ઉપયોગથી નેલ પોલિશ રિમૂવ કરી શકો છો. જેના માટે તમારે એક કોટન બોલ લઈ તેને આલ્કોહોલમાં ડુબાવી લો. ત્યાર બાદ તેની મદદથી તમે ધીરે ધીરે નખ પર ઘસો. આમ કરવાથી નેઈલ પોલિશ સાફ થઈ જશે.

વિનેગરની મદદથી પણ તમે નેઈલ પોલિશ દૂર કરી શકો છો. જો તમારે ઝડપી રિઝલ્ટ જોઈતું હોય તો એક વાટકીમાં વિનેગર લઈ તેમાં લીબુંના કેટલાક ટીપાં ઉમેરો. ત્યાર બાદ તને મિક્સ કરી નેઈલ પોલિશ સાફ કરો.

નેલ પોલિશથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ રસ્તો છે ગરમ પાણી. એક વાટકીમાં ગરમ પાણી લેવું અને ત્યાર બાદ તમારા નખને તેમાં 10 મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર બાદ કોટનથી નખ પર ઘરો એટલે નેલ પોલિશ નિકળી જશે.

આ સાંભળવામાં થોડું અલગ લાગશે. પરંતુ ટૂથપેસ્ટની મદદથી પણ તમે નેઈલ પોલિશ રિમૂવ કરી શકો છો.

શું તમને ખબર છે દરેક નેઈલ પોલિશમાં રિમૂવલના ગુણ હોય છે. જો તમારી પાસે નેઈલ પોલિશ રિમૂવર નથી તો તમે બીજી કોઈ નેઈલ પોલિશને જૂની નેઈલ પોલિશ પર લગાવીને તુરંત સાફ કરો. આવું કરવાથી જૂની નેઈલ પોલિશ દૂર થઈ જશે.

print

Comments

comments

VOTING POLL