આ ટ્વિટને મળ્યા 3.2 લાખ ‘લાઇક્સ’ અને 1.4 લાખથી પણ વધુ રિટ્વિટ!

April 20, 2017 at 2:34 pm


એક 17 વર્ષીય છોકરીનું હિજાબ હટાવવાની બાબતે તેના પિતા સાથેનું કન્વર્ઝેશન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. પેન્સિલવેનિયા નિવાસી લામ્યા અલશેહરીએ તેનો હિજાબ કાઢી નાખવા બાબતે તેના પિતાને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો અને તે પછી પિતાનો જે જવાબ આવ્યો તે તેણે તેના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો.

તેના પિતાએ તેને કહ્યું, “સ્વીટહાર્ટ, એ નિર્ણય લેવાનું કામ મારું નથી. એ નિર્ણય લેવાનું કામ કોઇપણ પુરુષનું નથી. જો તને લાગતું હોય કે તારે તેમ કરવું જોઇએ, તો આગળ વધ. હું તને કોઇપણ ભોગે સપોર્ટ કરીશ. તેની ટ્વિટને ગઇકાલ સાંજ સુધીમાં 3.2 લાખ ‘લાઇક્સ’ મળ્યા હતા અને 1.4 લાખથી પણ વધુ લોકોએ તેને રિટ્વિટ કરી હતી. ઘણા લોકોએ લામ્યાના ટ્વિટ પર કમેન્ટ કરી છે. ઘણા લોકોએ તેના પિતાની પ્રશંસા કરી છે, તો કેટલાંક લોકોએ એમપણ કહ્યું છે કે બધી જ મહિલાઓ પાસે લામ્યા જેવી સપોર્ટ સિસ્ટમ હોતી નથી. આમાંની કેટલીક કમેન્ટ્સ માટે સંમત થતાં લામ્યાએ પાછળથી તેના પિતા સાથે થયેલા કન્વર્ઝેશનને પોસ્ટ કરવાના કારણની સ્પષ્ટતા કરી હતી.

print

Comments

comments

VOTING POLL