આ નવરાત્રી પર ટ્રાય કરો આવું નવું લૂક

September 8, 2017 at 7:26 pm


નવરાત્રીની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ચારેતરફ નવરાત્રીની જ તૈયારીઓ ચાલી રહી છે. તેવા આ વખતે શું ટ્રેન્ડમાં છે તે સવાલ ફેશન પરસ્તોને સતાવતો હોય છે. ત્યારે કેલાક એવા ટ્રેન્ડ છે જે કોઈપણ પ્રસંગને અનુરૂપ થઇ જાય છે. ફ્લોરલ પ્રિન્ટ ક્યારેય પણ આઉટ ઓફ ટ્રેન્ડ નથી થતી. ડ્રેસિસ હોય કે ફ્લોરલ લેહંગા-ચોળી, આ કાયમ એક રિફ્રેશિંગ લુક આપે છે. માત્ર વેસ્ટર્ન જ નહીં, ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ તમે તેને કેરી કરી શકો છો. ફ્લોરલ બ્લાઉઝ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તમારી સિમ્પલ ચણીયા સાથે પણ ફ્લોરલ બ્લાઉઝથી સ્ટાઇલિશ લૂક બનાવી શકો છો.

જો કે હંમેશા જરૂરી નથી કે તમે પ્લેન ચણીયા સાથે જ ફ્લોરલ બ્લાઉઝ પહેરો. તમે ફ્લોરલ ચણીયા સાથે પણ આ બ્લાઇઝ પહેરી શકો છો. લાઇટ રંગના ફ્લોરલ ચણીયાની સાથે બ્રાઇટ ફ્લોરલ બ્લાઉઝ ખૂબ શાનદાર લાગે છે. તો આ નવરાત્રી પર કઈંક નવું અને રિફ્રેશિંગ કરો.

print

Comments

comments

VOTING POLL