આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?

July 16, 2018 at 10:51 am


ફીફા વર્લ્ડ કપમાં રવિવારે ફ્રાંસે લુન્ઝિકી સ્ટેડિયમમાં રમવામાં આવેલ એકદમ રસપ્રદ અને નાટકીય મેચમાં પહેલીવાર વિશ્વકપ રમી રહેલી ક્રોએશિયાને 4-2થી હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસે બીજી વખત વિશ્વ વિજેતાનો તાજ મેળવ્યો છે. ફ્રાંસે 20 વર્ષ બાદ વિશ્વ ફૂટબોલનો તાજ મેળવ્યો છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં જ 1998માં ડિડિએરની કપ્તાનીમાં પહેલી વખત વિશ્વ કપ જીત્યો હતો. આ વર્લ્ડકપમાં દુનિયાને 5 મોટા ફૂટબોલ સ્ટાર મળ્યા છે, તો એક નજર નાખીએ તેમના પર… .
ઈંગ્લેન્ડના કપ્તાન હેરી કેન ભલે પોતાની ટીમને ચેમ્પિયન ન બનાવી શક્યા અને તેમની ટીમ ચોથા નંબર પર રહી, પરંતુ તેમણે ગોલ્ડન બૂટનો એવોર્ડ પોતાના નામે કર્યો. હેરી કેને વર્લ્ડ કપ 2018માં 6 ગોલ કયર્િ અને તેમણે ગ્રીજમાન અને એમબાપ્પે જેવા ખેલાડીઓને પણ પછાડ્યા
બેલ્ઝિયમના ગોલકિપર થેબોટ કોર્ટોઈસને વર્લ્ડ કપ્નો સૌથી બેસ્ટ ગોલકિપર પસંદ કરવામાં આવ્યો છે. તેને ગોલ્ડન ગ્લવ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેલ્ઝિયમના આ ગોલકિપરે કુલ 27 ગોલ બચાવ્યા.
ફ્રાંસના હાથે ફાઈનલમાં હારનાર ક્રોએશિયાના કપ્તાન લુકા મોડરિચને ફિફા વર્લ્ડ કપ 2018ના બેસ્ટ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેને ગોલ્ડન બોલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
ફીફા વર્લ્ડ કપ 2018નો સૌથી સારો યુવા ખેલાડી ફ્રાંસનો કિલિયન એમબાપ્પેને પસંદ કરવામાં આવ્યો છે. એમબાપ્પેએ આ ટૂનર્મિેન્ટમાં 3 ગોલ કયર્િ અને વર્લ્ડકપ્ની ફાઈનલમાં પેલે બાદ બીજો સૌથી ગોલ કરનારો ખેલાડી બન્યો.

ફિફા વર્લ્ડકપ 2018માં ફેયર પેલે એવોર્ડ સ્પેનને આપવામાં આવ્યો. જ્યારે વર્લ્ડકપ ફાઈનલમાં મેન ઓફ ધ મેચ એંટની ગ્રીજમાનને પસંદ કરવામાં આવ્યો.

print

Comments

comments

VOTING POLL