આ વર્ષે સર્જિકલ સ્ટ્રાઈક અને પીએમ મોદી આકાશમાં છવાશે

January 11, 2017 at 2:53 pm


મકરસંક્રાતિને હવે માત્ર ત્રણ જ દિવસ આડા છે. ત્યારે શહેરની બજારો પતંગ અને દોરાની ફિરકીથી ભરાઈ ગઈ છે. બાળકોથી લઈ મોટા લોકો પણ પતંગ અને દોરાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહી છે. દર વર્ષ મકરસંક્રાતિએ ખાસ પ્રકારના સિમ્બોલવાળી પતંગો બજારમાં આવે છે અને લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષ વડાપ્રધાન મોદી જે રીતે દેશમાં છવાય ગયા છે તે રીતે આકાશમાં પણ છવાય જશે.

આ વર્ષમાં બે મહત્વ પૂર્ણ ઘટના બની છે. જેમાં પ્રથમ સર્જિકલ સ્ટ્રાઈક અને બીજી મહત્વપૂર્ણ અને અસરકારક ઘટના નોટબંધીની બની છે. નોટબંધીના નિર્ણયે સમગ્ર દેશને લાઈનમાં ઉભો કરી દીધો હતો. મકરસંક્રાતિએ બજારમાં આ વર્ષ સર્જિકલ સ્ટ્રાઈક અને નોટબંધીના સિમ્બોલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગ બજારમાં આવતા પતંગબાજોમાં તે આકર્ષણનું કેન્દ્ર બની છે અને બાળકો તેમજ લોકો પણ આ પતંગની ધુમ ખરીદી કરી રહ્યા છે. પતંગ પર્વને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે પતંગ, રીલ, ગુબ્બારા, પપુડા, ડોકટર પટ્ટી, ટોટી, ગોગલ્સ, ટોપીની ઘરાકી નીકળી છે. ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ દોરી, ગુબ્બારા (તુક્કલ) પર પ્રતિબંધ હોવા છતાં છાના ખુણે તેનું વેચાણ શરૂ જ છે.

print

Comments

comments

VOTING POLL