આ સુલતાનની સુલતાની જુઓ: ભોજન પેહલા પીવે છે સ્કોચ

March 20, 2017 at 7:37 pm


આ પાડાને જોઈને તેને સામાન્ય પાડો સમજી લેવાની ભૂલ ન કરશો. તેની ઉંમર 7 વર્ષ 10 મહીના છે. પરંતુ આ પાડાની ડાયટ જાણી તમે પણ ચોંકી જશો. અમે તમને પાડાનું ડાયટ પ્લાન જણાવી દઈએ. સાંજે ભોજન પહેલા આ પાડો 100 ML સ્કોચ પીવે છે. મંગળવાર આ પાડા માટે ડ્રાઈ ડે હોય છે. સ્કોચની બ્રાન્ડ ચેન્જ થતી રહે છે. દરરોજ તેને અલગ અલગ બ્રાન્ડ આપવામાં આવે છે. અને કદાચ તેના આ રજવાડી શોખને કારણે જ તેનું નામ સુલતાન પડ્યું હશે!

પાડાના માલિક નરેશે જણાવ્યું કે, તેમણે સુલતાનને 5 વર્ષ પહેલા 2.40 લાખમાં ખરીદ્યો હતો. સવારના નાસ્તામાં સુલતાન દેશી ઘીમાંથી બનેલી વાનગી અને દૂધ આરોગે છે. કેથલના એક ગામના નરેશ બૈનીવાલ સૂરજકુંડ પ્રવાસન સ્થળે તેને પ્રદર્શિત કરવા લાવ્યા હતા. સુલતાન વર્ષમાં 30 હજાર સીમેનના ડોઝ આપે છે જે 300 રૂપિયા પ્રતિ ડોઝ વેચાય છે. આ હિસાબે તે વર્ષે 90 લાખની કમાણી કરાવી આપે છે.

print

Comments

comments

VOTING POLL