ઇંગ્લેન્ડ સામે ODI શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની કાલે જાહેરાત: નવોદિતને મળી શકે તક

January 4, 2017 at 4:53 pm


5 જાન્યુઆરીએ ઇંગ્લેન્ડ સામે વન ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થશે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં નવોદિતોને તક આપવામાં આવી શકે છે. જેમાં ઋષભ પંત તેમજ શાહબાઝ નદીમનો સમાવેશ થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 15 જાન્યુઆરીથી ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે.

રિષભ પંત ભારતીય ટીમમાં ડેબ્યૂ કરી શકે છે. રિષભ પંતનું વિકેટ કીપર બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સિલેક્શન થઇ શકે છે. જો રોહિત શર્મા કે અજિંક્ય રહાણે ઇન્જર્ડ થાય તો પણ રિષભ પંત તેમના બેકઅપની સારી રીતે જવાબદારી નીભાવી શકે છે. જ્યારે કેદાર જાધવની જગ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર કરૂણ નાયરનો સમાવેશ કરાઇ શકે છે.

print

Comments

comments

VOTING POLL